Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

ભલે તમે કરોડોમાં રમતા હોય પણ આપણું મૂળ તો ખેતર છે

સુરતમાં ગ્‍લોબલ પાટીદાર સમિટમાં PM મોદીનું સંબોધન : દેશમાં MSME સેકટર નવા રોજગાર ખૂબ ઝડપથી ઉભા કરે છેઃ PM મોદી : પાટીદાર સમાજે વિશ્વભરમાં પોતાનું પાણી બતાવ્‍યું છે : ભૂપેન્‍દ્ર પટેલ

નવી દિલ્‍હી તા. ૨૯ : પીએમ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સિંગદ્વારા સુરત ખાતે યોજાયેલી ત્રિદિવસીય ગ્‍લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું ઉદ્‌ઘાટન કરાવ્‍યું હતું. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ આજે ગુજરાતનાᅠસુરતᅠખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્‍થા ‘સરદારધામ' દ્વારા આયોજિત ત્રણ દિવસીયᅠગ્‍લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું વીડિયો કોન્‍ફરન્‍સિંગ દ્વારા ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્‍યું હતું કે, ઘણા પરિચિત ચહેરાઓને જોઈને મને ખુબ આનંદ થયો. પીએમ મોદીએ જણાવ્‍યું હતું કે, ભલે તમે કરોડોમાં રમતા હોય પણ આપણું મૂળ તો ખેતર છે.પામ તેલની આયત મુદ્દેᅠપીએમ મોદીᅠપોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્‍યું હતું કે, શા માટે આપણે તેલનું આયાત કરવું પડે છે.? પામતેલ અને બીજા તેલનું ઉત્‍પાદન ગુજરાત કેમ નહી? પીએમ મોદીએ જણાવ્‍યું કે, મારી સામે ૯૯ ટકા લોકો ખેડૂતાના દીકરા છે. તો ખેતીમાં આપણે કેમ આગળ ન વધી શકીએ. ઓર્ગેનિક ઉત્‍પાદનમાં આપણે કેમ આગળ ન વધી શકીએ ? ᅠઆજે ᅠગોબરમાંથી કેમ ગેસ ઉત્‍પાદન ન થઈ શકે ?ᅠᅠ

ᅠકોરોના યુગના અભૂતપૂર્વ પડકારો છતાં, દેશમાં MSME ક્ષેત્ર આજે ઝડપથી વિકાસ કરી રહ્યું છે. લાખો કરોડો રૂપિયાની મદદ કરીને MSME ને લગતી લાખો નોકરીઓ બચાવી હતી અને આજે આ ક્ષેત્ર ઝડપથી નવી રોજગારીનું સર્જન કરી રહ્યું છે. ᅠજયારે દેશને આઝાદી મળી ત્‍યારે સરદાર સાહેબે કહ્યું હતું કે ભારતમાં સંપત્તિની કોઈ કમી નથી. આપણે ફક્‍ત આપણા મન અને સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો પડશે. જયારે આપણે આવનારા ૨૫ વર્ષનો સંકલ્‍પ લઈને આવ્‍યા છીએ, ત્‍યારે આપણે સરદાર સાહેબની આ વાત ભૂલવી ન જોઈએ. ᅠ

ᅠઆજે મુદ્રા યોજના દેશના તે લોકોને પોતાનો વ્‍યવસાય કરવા માટે પ્રોત્‍સાહન આપી રહી છે, જેમણે ક્‍યારેય તેના વિશે વિચાર્યું પણ ન હતું. સ્‍ટાર્ટઅપ ઇન્‍ડિયાની તે નવીનતા અને પ્રતિભા પણ યુનિકોર્નના સપનાને સાકાર થતા જોઈ રહી છે, જેણે ક્‍યારેય બહાર નીકળવાનો રસ્‍તો જોયો ન હતો. દેશવાસીઓ, જે શેરીમાં નાનો વેપાર કરે છે, તે પોતાને આજે ભારતની વિકાસ ગાથા સાથે જોડાયેલો અનુભવે છે. પ્રથમ વખત, શેરી વિક્રેતાઓને પણ ૫ીએમ સ્‍વાનિધિ યોજનામાંથી ઔપચારિક બેંકિંગ સિસ્‍ટમમાં ભાગીદારી મળી છે. તાજેતરમાં અમારી સરકારે આ યોજનાને ડિસેમ્‍બર ૨૦૨૪ સુધી લંબાવી છેᅠ

સુરતᅠખાતે વિશ્વ પાટીદાર સમાજની સંસ્‍થા ‘સરદારધામ' દ્વારા આયોજિત ત્રણ દિવસીય ગ્‍લોબલ પાટીદાર બિઝનેસ સમિટનાᅠઉદઘાટનᅠપ્રસંગે સીએમ ભૂપેન્‍દ્ર પટેલે સમિટને સંબોધન કરતાં જણાવ્‍યું હતું કે, ᅠસરદાર ધામ દ્વારા ૫ લક્ષ્ય નક્કી કર્યા છે. પાટીદાર સમજે વિશ્વભરમાં પોતાનું પાણી બતાવ્‍યું છે. પાટીદાર સમજે છે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કાર્ય કરે છે.ᅠᅠ

સરદાર ધામ આયોજિતᅠસુરતᅠગ્‍લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં રાજકીય આગેવાનો સહિત ઉદ્યોગપતિઓ અને દેશ વિદેશના અનેક પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહેશે. જેમાં કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુસોત્તમ રૂપાલા, ગુજરાત ભાજપના અધ્‍યક્ષ સી.આર.પટેલ અને અનુપ્રિયા પટેલ ઉપસ્‍થિત રહેશે. તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ, બિઝનેસમેનો અને દેશ-વિદેશમાંથી અનેક પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં છે. આ સમિટમાં ખુદ સીએમ પણ હાજર રહેવાના હતાં. પરંતુ ભાજપ રાષ્ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાના ગુજરાત પ્રવાસના કારણે સીએમ ભૂપેન્‍દ્રભાઇ પટેલનો આજનોᅠસુરતᅠપ્રવાસ રદ્દ કરાયો છે. તેઓ પણ ગ્‍લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં હાજરી આપવાના હતાં. આથી વડાપ્રધાનની સાથે મુખ્‍યમંત્રી પણ વર્ચ્‍યુઅલી જોડાશે.ᅠ

સરસાણા ખાતે ૩૦ હજાર ચોરસ મીટરમાં ᅠગ્‍લોબલ પાટીદાર બિઝનેસ સમિટᅠયોજાશે.જેમાં આશરે ૯૫૦ સ્‍ટોલ છે. આઇટી, ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્‍યુટિકલ, ડેરી, કૃષિ, રબર, ડાયમંડ અને ટેક્‍સ્‍ટાઇલ સહિતના ૧૫થી વધુ સેક્‍ટરના સ્‍ટોલ છે. મહિલા ઉદ્યોગકારો તેમજ કૃષિ અને ડેરી ઉદ્યોગને પ્રોત્‍સાહન આપવા માટે સ્‍ટોલમાં ૫૦ ટકા રાહત આપવામાં આવી છે.ᅠ

ᅠસરદારધામના પ્રમુખે જણાવ્‍યું હતું કે ᅠઆ એક્‍ઝિબિશનનો ઉદ્દેશ્‍ય મિશન-૨૦૨૬ હેઠળ રાજયમાં વેપાર ઉદ્યોગનો વિકાસ અને નવા ઉદ્યોગ સાહસિકોને તક મળે તેમજ રોજગારી સર્જન કરવાનો છે. યુવા ઉદ્યોગ સાહસિકોને ગ્‍લોબલ પ્‍લેટફોર્મ મળે તે સમિટનો મુખ્‍ય ધ્‍યેય છે. સમિટ દરમિયાન અગ્રણી પાટીદાર ૧૦ હજાર જેટલા ઉદ્યોગકારો આવશે તેમજ દેશ-વિદેશના વિવિધ વિષયોના જાણકાર સેમિનારમાં સંબોધન કરશે.

ᅠસુરતᅠખાતે યોજાઈ રહેલાᅠગ્‍લોબલ પાટીદાર બિઝનેસ સમિટᅠઆજે વડાપ્રધાન હસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યો છે. ત્‍યારે આગામીᅠગ્‍લોબલ પાટીદાર બિઝનેસ સમિટᅠ૨૦૨૪માં રાજકોટમાં યોજાશે ᅠઅને ત્‍યારબાદ ૨૦૨૬માં અમેરિકામાં યોજાશે. આ પહેલા પ્રથમ બે કોન્‍ફરન્‍સ અનુક્રમે ૨૦૧૮ અને ૨૦૨૦માં ગાંધીનગરમાં યોજાઈ હતી, મહત્‍વનું છે કે, આ કોન્‍ફરન્‍સનું ઉદઘાટન દર બે વર્ષે થાય છે. PMOના જણાવ્‍યાં અનુસાર, આ GPBS-2022 ની મુખ્‍ય થીમ ‘આત્‍મનિર્ભર ગુજરાત અને ભારત માટે આત્‍મનિર્ભર સમુદાય' રાખવામાં આવી છે.

(3:46 pm IST)