Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

કોર્ટમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા પિતાની દીકરી બની જજ

વંશિકા ગુપ્તાના દાદા રમેશચંદ્ર ગુપ્તા પણ પણ કોર્ટમાં ક્‍લાર્ક હતાઃ જયારે વંશિકાના પિતા અરવિંદ ગુપ્તા જિલ્લા કોર્ટમાં ડ્રાઈવર છે : સિવિલ જજની પરીક્ષા પાસ કરનાર વંશિકાએ પોતાના આખા પરિવારનું નામ રોશન કર્યું છે

નીમચ, તા.૨૯: મધ્‍યપ્રદેશ હાઈકોર્ટ તરફથી આયોજિત સિવિલ જજ વર્ગ-૨ના પરિણામ મંગળવારે જાહેર થયા. જેમાં સિવિલ જજના ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા અરવિંદ ગુપ્તાની દીકરી વંશિકા ગુપ્તા હવે સિવિલ જજ બની ગઈ છે. જેથી હવે વંશિકાના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. કારણકે, સિવિલ જજની પરીક્ષા પાસ કરનાર વંશિકાએ પોતાના આખા પરિવારનું નામ રોશન કર્યું છે. વંશિકાના દાદા પણ સિવિલ કોર્ટમાં ક્‍લાર્ક હતા.

વંશિકા ગુપ્તાએ પોતાની સફળતાનો શ્રેય માતા-પિતાની પ્રેરણા અને સતત મહેનતને આપ્‍યો છે. પિતા અરવિંદ ગુપ્તા પણ ખૂબ જ ખુશ છે કારણકે તેઓની દીકરી વંશિકા ગુપ્તા પ્રથમ પ્રયાસમાં જ સિવિલ જજ બની ગઈ છે. વંશિકાને આખા પ્રદેશમાં સાતમો રેન્‍ક મળ્‍યો છે.
વંશિકા ગુપ્તાના દાદા રમેશચંદ્ર ગુપ્તા પણ પણ કોર્ટમાં ક્‍લાર્ક હતા. જયારે વંશિકાના પિતા અરવિંદ ગુપ્તા જિલ્લા કોર્ટમાં ડ્રાઈવર છે. જયારે વંશિકાના માતા સ્‍કૂલમાં શિક્ષિકા છે. તેમણે જણાવ્‍યું કે વંશિકા બાળપણથી જ ઘરમાં કોર્ટની વાતો સાંભળતી આવી છે. તેણે જયારે પિતાને મહેનત કરતા જોયા ત્‍યારે એવું અનુભવ્‍યું કે જીવનમાં કશું કરવું છે. વંશિકાના માતાએ કહ્યું કે બાળપણથી જ તેની ઈચ્‍છા હતી કે તે આગળ જતાં જજ બને. પિતા પણ હંમેશાં એવું કહેતા હતા કે વંશિકા એવું કામ કરજે કે જેથી પોતાની ઓળખ ઊભી થાય. જે હવે વંશિકા ગુપ્તાએ જજ બનતાં સાબિત કરી દેખાડ્‍યું છે. હવે લોકો વંશિકાના ઘરે આવી તેને શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.
હરિયાણાના સોનીપતમાં બે એન્‍જિનિયર યુવાનોએ ચ્‍ઁશિંઁફૂફૂશ્વઙ્ખત સ્‍ફૂ ગ્‍શશ્વર્ક્કીઁશ નામની પોતાની એક નાની લારી શરૂ કરી છે. રોહિત અને સચિન નામના આ યુવાનોએ ચારથી પાંચ વર્ષ સુધી એન્‍જિનિયરિંગનો અભ્‍યાસ કર્યો છે. રોહિત પોલિટેકનિકનો વિદ્યાર્થી હતો, જયારે સચિને બી.ટેક કરેલું છે. પણ બંને યુવાનો પોતાની નોકરીથી ખુશ ન હતા. તેઓએ નોકરી છોડવાનું મન બનાવી દીધું અને બાદમાં પોતાનો જ બિઝનેસ શરૂ કરી દીધો હતો. બંને યુવાનોએ દાવો કર્યો  હતો કે, વેજ બિરયાનીની લારી શરૂ કર્યા બાદ તેઓને સારી એવી કમાણી થઇ રહી છે અને આજે તેઓ પોતાના આ કામથી સંતુષ્‍ટ છે.

 

(10:21 am IST)