Gujarati News

Gujarati News

News of Friday, 29th April 2022

LICનાં IPO ઉપર તુટી પડશે લોકો ? ૬.૪૮ કરોડ પોલીસી ધારકોને પડયો રસ

૪મેએ ઇસ્‍યુ ખુલશે અને ૯મીએ બંધ થશે

નવી દિલ્‍હી, તા.૨૯: લાઇફ ઇન્‍સ્‍યોરન્‍સ કોર્પોરેશનની પ્રારંભિક જાહેર ઓફર (IPO)માં, LICના ૬.૪૮ પોલિસીધારકોએ શેર ખરીદવામાં ભારે રસ દાખવ્‍યો છે. નાણા મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્‍ટ ઓફ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ એન્‍ડ પબ્‍લિક એસેટ મેનેજમેન્‍ટ (DIPAM)ના ડિરેક્‍ટર રાહુલ જૈને જણાવ્‍યું હતું કે IPOને જબરજસ્‍ત પ્રતિસાદ મળ્‍યો છે. આ માટે અમારી પાસે કેટલાક આંકડા છે. ઉદાહરણ તરીકે, ૬.૪૮ કરોડ પોલિસીધારકોએ કટ-ઓફ તારીખ (ફેબ્રુઆરી ૨૮, ૨૦૨૨) સુધી પોલિસીની વિગતો સાથે તેમનો PAN નંબર લિંક કર્યો છે.
LICએ તેના રૂ.૨૧,૦૦૦ કરોડના IPO માટે શેર દીઠ રૂ. ૯૦૨-૯૪૯ને કિંમતની રેન્‍જ નક્કી કરી છે. તેના પોલિસીધારકોને દસ ટકા આરક્ષણ આપવામાં આવશે.
જૈને કહ્યું કે પોલિસીધારકો ગમે તે હોય, જો તેઓએ ૨૮ ફેબ્રુઆરી સુધીમાં પોલિસીની વિગતોમાં તેમના પાન કાર્ડની વિગતો ઉમેરી હોય, તો તેઓ આરક્ષિત કેટેગરી દ્વારા LIC IPOમાં ભાગ લઈ શકે છે. DIPAM ના ડિરેક્‍ટરે કહ્યું કે કોઈપણ પોલિસીધારક આરક્ષિત કેટેગરીમાં ૨ લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. રિટેલ કેટેગરીમાં ૨ લાખ રૂપિયા સુધીનું રોકાણ પણ કરી શકાય છે.
LIC પોલિસીધારકોને IPOમાં ૬૦ રૂપિયાનું ડિસ્‍કાઉન્‍ટ મળશે. જૈને કહ્યું કે આ ૬.૪૮ લાખ પોલિસીધારકો IPOમાં ભાગ લઈ શકે છે, જો તેઓ ડીમેટ ખાતું ખોલાવે. કંપનીનો IPO ૪ મેના રોજ ખુલશે અને ૯ મેના રોજ બંધ થશે. બિડ ૧૫ શેરના લોટમાં મૂકી શકાય છે.

 

(10:04 am IST)