Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સ્‍વાઇનફલુ અંગે મનપા તંત્ર એલર્ટ

શરદી-ઉધરસના લક્ષણો સૌથી વધુ હોય તેવા વિસ્‍તારમાં વિશેષ ધ્‍યાન આપોઃ ખાનગી દવાખાના-લેબોરેટરીમાંથી રિપોર્ટ મંગાવોઃ આરોગ્‍ય અધિકારીને આનંદ પટેલની સુચના

રાજકોટ તા.ર૯ : રાજયભરમાં છેલ્લા ૩ માસમાં સ્‍વાઇનફલુના ૬૩૦ કેસ નોંધાયા છે. જેમાં ૧પ લોકોના મોતી પણ થયા છે. લોકોની ચિંતા એટલી વધી છે કે સ્‍વાઇનફલુ સામાન્‍ય શરદી ઉધરસની જેમ લક્ષણ ધરાવે છે.  ઉપરાંત સરકારે ફલુને રૂટીન તાવમાં ગણતા જુદી નોંધ કે યાદી બહાર પાડવામાં ન આવતી હોવાથી પણ ચિંતા વધી છે.

તાવના ત્રણ પ્રકાર એ,બી,સી હોય છે. જેમૌ એ પ્રકારમાં શરદી-ઉધરસ, બી પ્રકારમાં સ્‍વાઇન ફલુની દવા શરૂ કરવામાં આવે છે. જયારે સી પ્રકારમાં દર્દીને દાખલ થવાની જરૂર પડે છે.  ઉનાળામાં પણ શરદી-ઉધરસ કેસ ન ઘટવા પાછળનું કારણ સ્‍વાઇન ફલુ જ છે.

રાજકોટમાં સ્‍વાઇન ફલુ ગંભીર ન હોવાનું તંત્ર જણાવી રહયુ છે. ઉપરાંત જેવી રીતે કોરોનાની છેલ્લી ગંભીર લહેરમાં બહુ નુકસાન ન થયેલ તેમ શરદી-ઉધરસ સાથેના સ્‍વાઇન ફલુથી પણ બહુ નુકસાન ન થતુ હોવા છતા તકેદારી રાખવા પણ તંત્રએ લોકોને અપીલ કરી છે.

મ્‍યુ. કમિશનર આનંદ પટેલે આરોગ્‍ય અધિકારીને ખાનગી દવાખાનામાંથી સાચા રીપોર્ટમ ેળવવા, લેબોરેટરીમાંથી રીપોર્ટ મંગાવવા ઉપરાંત શરદી-ઉધરસના નવા ટ્રેન્‍ડ પર નજર રાખવા સુચના આપી છે. સાથે જ શહેરના કયાં ઝોન-વોર્ડમાં સૌથી વધુ શરદી-ઉધરસના કેસ છે તે રીપોર્ટ કરવા તથા તે વિસ્‍તારમાં વધુ ધ્‍યાન આપવાની સાથે તકેદારીના પગલા લઇ લોકોને જાગૃત કરવા પણ જણાવ્‍યું હતું.

(3:47 pm IST)