Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

ગરીબીમાં જન્‍મ લેવો એ તમારી ભૂલ નથી પણ તમે ગરીબીમાં મળત્‍યુ પામો છો તો તે

તમારી ભૂલ છે : જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માટે તમારે કયારેક જોખમ લેવું પડે છે :બિલ ગેટ્‍સ દરરોજ ખર્ચે છે કરોડો રૂપિયા છતાં તેમની સંપત્તિ ખૂટે તેમ નથી

નવી દિલ્‍હીઃ વિશ્વના અબજોપતિઓમાં બિલ ગેટ્‍સ ૫મા નંબરે છે. બિલ ગેટ્‍સ પાસે એટલી બધી સંપત્તિ છે કે તે દરરોજ બંને હાથે કરોડો રૂપિયા ખર્ચે તો પણ તેનો અંત નહીં આવે. ૨૮ ઓક્‍ટોબર, ૧૯૫૫ના રોજ વોશિંગ્‍ટનમાં જન્‍મેલા બિલે ૧૯૭૫માં પોલ એલન સાથે સોફ્‌ટવેર કંપની માઇક્રોસોફ્‌ટની સહ-સ્‍થાપના કરી હતી. બિલ ગેટ્‍સ માને છે કે જો તમે ગરીબ જન્‍મ્‍યા છો તો એ તમારી ભૂલ નથી, પરંતુ જો તમે ગરીબીમાં મળત્‍યુ પામો છો તો એ તમારી ભૂલ છે. બિલ ગેટ્‍સ અનુસાર, જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માટે તમારે કયારેક જોખમ લેવું પડે છે.

બિલ ગેટ્‍સ તાજેતરમાં પીએમ મોદીને મળ્‍યા હતા. આ દરમિયાન તેમણે પીએમ મોદી સાથે વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. આ વીડિયો આજે ન્‍યૂઝ એજન્‍સી ANI દ્વારા જાહેર કરવામાં આવ્‍યો છે. બિલ ગેટ્‍સ આ મહિનાની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવ્‍યા હતા. માઈક્રોસોફ્‌ટના સ્‍થાપક બિલ ગેટ્‍સે કહ્યું કે ભારત ટેકનોલોજીના મામલે ઝડપથી આગળ વધી રહ્યું છે. કહ્યું કે તે ડિજિટલ સરકાર જેવી છે. ભારત માત્ર ટેકનોલોજી અપનાવી રહ્યું નથી, પરંતુ દેશ આ દિશામાં આગળ વધી રહ્યો છે.

બિલ ગેટ્‍સ નેટ વર્થઃ બ્‍લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્‍ડેક્‍સ અનુસાર, બિલ ગેટ્‍સનું નેટ વર્થ હાલમાં $૧૩.૫ બિલિયન છે. બિલ ગેટ્‍સની નેટવર્થ તાજેતરના સમયમાં ઝડપથી વધી છે. બિલ ગેટ્‍સના પિતા વકીલ હતા અને તેમનો પરિવાર ઇચ્‍છતો હતો કે બિલ ગેટ્‍સ પણ વકીલ બને, પરંતુ એવું બન્‍યું નહીં. બિલ ગેટ્‍સ માને છે કે તમારા ડરનો સામનો કરો અને હંમેશા સકારાત્‍મક વિચારસરણી ધરાવતા લોકોની આસપાસ રહો. હંમેશા હકારાત્‍મક વિચારો અને નકારાત્‍મક વાત ન કરો. તે કહે છે કે જો તમારે તમારા જીવનમાં કંઈક મોટું કરવું હોય તો જોખમ લેવું જરૂરી છે. જેટલું મોટું જોખમ, તેટલી મોટી સફળતા.

(3:46 pm IST)