Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

સેન્સેકસમાં ૩૪૬, નિફ્ટીમાં ૧૨૯ પોઈન્ટનો વધારો નોંધાયો

અદાણી ગ્રૂપ સ્ટોક્સ, ઓટો, એફએમસીજી શેરોમાં ખરીદી ઃ ઓટો, એફએમસીજી, પીએસયુ બેંક, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને મેટલ ઈન્ડેક્સ ૧-૩ ટકા સુધી વધીને બંધ

મુંબઈ, તા.૨૯ ઃઅદાણી ગ્રૂપ સ્ટોક્સ, ઓટો, એફએમસીજી અને પીએસયુ બેન્ક શેરોમાં ભારે ખરીદીને કારણે બુધવારે સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા હતા. બીએસઈનો ૩૦ શેરનો સંવેદનશીલ સૂચકાંક સેન્સેક્સ (બીએસઈ સેન્સેક્સ) ૩૪૬.૩૭ પોઈન્ટ અથવા ૦.૬૦ ટકા વધીને ૫૭,૯૬૦.૦૯ પોઈન્ટના સ્તર પર બંધ થયો છે. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૧૨૯ પોઈન્ટ અથવા ૦.૭૬ ટકાના વધારા સાથે ૧૭,૦૮૦.૭૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો.

સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો ઓટો, એફએમસીજી, પીએસયુ બેંક, કેપિટલ ગુડ્સ, રિયલ્ટી અને મેટલ ઈન્ડેક્સ ૧-૩ ટકા સુધી વધીને બંધ થયા છે. તે જ સમયે, બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ૧.૫-૧.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ પર એચસીએલ ટેકનો સૌથી વધુ ૨.૭૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. એ જ રીતે ઇન્ડસઇન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (એચયુએલ), ટાટા મોટર્સ, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેન્ક, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એક્સિસ બેક્ન, ટીસીએસ, ટાટા સ્ટીલ, નેસ્લે ઈન્ડિયા અને મારુતિના શેર એક-એક ટકાના ઉછાળા સાથે બંધ થયા હતા. ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ્સ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર સેન્સેક્સ પર લાલ નિશાન સાથે બંધ થયા છે. અમેરિકી ડોલર સામે રૃપિયો ૧૬ પૈસા નબળો પડીને ૮૨.૩૫ ના સ્તર પર ખુલ્યો છે. પાછલા સત્રમાં રૃપિયો ૮૨.૧૯ ના સ્તર પર બંધ થયો હતો.

જિયોજીત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતાની અસર ભારતીય બજારો પર સતત જોવા મળી રહી છે. અમેરિકન અને યુરોપિયન બજારોમાં આવેલી તેજીને કારણે સ્થાનિક શેરબજાર તેજી સાથે બંધ થયું હતું.

વૈશ્વિક બેંકિંગ સિસ્ટમની કટોકટીમાંથી સંપૂર્ણ બહાર નીકળવા અને દરમાં વધારો અટકાવવા અંગે ફેડની ખાતરી સુધી ઉતાર-ચઢાવ ચાલુ રહેવાની શક્યતા છે.

(7:29 pm IST)