Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

ચીની મીડીયા મોદી ઉપર ઓળઘોળઃ ર૦૧૭નું વર્ષ બ્રાન્ડ મોદીને નામ

ર૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ પણ ભારતમાં મોદી લહેર યથાવતઃ ર૦૧૭માં ચાલ્યો મોદીનો જાદુઃ અનેક રાજયોમાં સરકાર બનાવી : મોદી સ્ટાર ફેસ બની રહ્યાઃ મોદી લોકોને પોતાની તરફ ખેચવામાં સફળ રહ્યાઃ અમિત શાહે સંગઠનને મજબુત બનાવવામાં મહત્વની ભુમિકા ભજવી

નવી દિલ્હી તા.ર૮ : સીમા વિવાદ અને આતંકવાદના મામલે ચીન ભલે ભારત સાથે અથડાતુ હોય પરંતુ ત્યાનુ સરકારી મીડીયા વડાપ્રધાન મોદીને લઇને અલગ વલણ ધરાવે છે. ચીનની સરકારી સમાચાર એજન્સી સીન્હુઆમાં પ્રકાશિત એક લેખમાં વડાપ્રધાન મોદીના ભરપુર વખાણ કરવામાં આવ્યા છે. 'મોદી વેવ વર્કસ મેજીક ફોર ઇન્ડિયાઝ રૂલીંગ બીજેપી ઇન-ર૦૧૭' મથાળા લેખમાં જણાવાયુ છે કે તેઓ સરકારમાં પોતાના ૩ વર્ષ કરી ચુકયા છે. ર૦૧૭ પુરૂ થઇ જવા રહ્યુ છે અને હવે જયારે આપણે રાજકીય પ્રતિસ્પર્ધા તરફ જોઇએ ભારતની રાજનીતિમાં આ 'બ્રાન્ડ મોદી'નું વર્ષ રહ્યુ છે. લેખમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના પણ વખાણ કરવામાં આવ્યા છે. આ લેખમાં ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપના વિજયને મોદી મેજીક પણ ગણાવવામાં આવ્યુ છે.

લેખમાં જણાવાયુ છે કે ર૦૧૪માં ભાજપના શાનદાર વિજય સાથે શરૂ થયેલી મોદી લહેર સમાપ્ત થવાનુ નામ નથી લેતી કારણ કે પક્ષે કઠીન પડકારો વચ્ચે કેટલાક વધુ રાજયોમાં પોતાની સરકાર બનાવી લીધી છે. આ વર્ષે યોજાયેલી રાજયોની ચૂંટણીમાં મોદી સ્ટાર ફેસ રહ્યા છે. લેખમાં જણાવાયુ છે કે મોદી લોકોને પોતાની તરફ ખેચવામાં સફળ રહ્યા છે અને આ જ કારણે ભગવા પાર્ટીએ ર૦૧૪માં લોકસભાની ચૂંટણી બાદ ૧૭ રાજયોમાં થયેલી ચૂંટણીમાંથી નવમાં વિજય મેળવ્યો છે જેમાં યુપી, હિમાચલ અને ગુજરાતની ચૂંટણી સામેલ છે.

આ લેખમાં નોટબંધી અને યુપીની ચૂંટણી પર તેમના પ્રભાવ અંગે પણ લખવામાં આવ્યુ છે. મોદી સરકાર નોટબંધીના પોતાના એજન્ડાને કારણે ભારે ટીકાઓમાં ઘેરાઇ ગઇ હતી. જેનો વિરોધ કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષે કર્યો હતો. આમ છતાં ભગવા પાર્ટીને ૩૧ર બેઠકો મળી, બસપા અને સપા જેવા પ્રાદેશિક પક્ષોને નકારી કાઢવામાં આવ્યા અને જ્ઞાતિવાદને જાકારો મળ્યો.

લેખમાં અમિત શાહનો ઉલ્લેખ કરતા જણાવાયુ છે કે તેમણે ભાજપમાં સંગઠનના સ્તર પર મહત્વની ભુમિકા ભજવી છે. લેખ અનુસાર મોદીના પ્રભાવને કારણે રાજયોમાં ધીમે-ધીમે ભગવા લહેર આવી રહી છે. ઉતરાખંડ તેનુ ઉદાહરણ છે અને પુવોતર ભારત જયાં પ્રાદેશિક પક્ષોની બોલબાલા છે ત્યાં પણ ધીમે-ધીમે ભગવો રંગ જામી રહ્યો છે. લેખમાં રાહુલ ગાંધીનો પણ ઉલ્લેખ છે જે રીતે રાહુલની લોકપ્રિયતા વધી અને પંજાબ ત્થા દિલ્હીમાં ભાજપને પરાજય મળ્યો એવામાં ર૦૧૯ની ચૂંટણી એકલા ઘોડાવાળી દોડથી અલગ રહેશે તેથી ભાજપ માટે એ સમય રીયાલીટી ચેકનો રહેશે.(૩-૧૪)

(3:55 pm IST)