Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

યુ.એસ.ના નોર્થ કેરોલિનાનો સર્વશ્રેષ્‍ઠ એવાર્ડ મેળવતા ઇન્‍ડિયન અમેરિકન વૈજ્ઞાનિક શ્રી RKM જયંતિઃ વાતાવરણમાં રહેલા પ્રદૂષણને માપવા તથા તેના ઉપર રોક લગાવતા આંતર રાષ્‍ટ્રિય સંશોધન બદલ બહુમાન કરાયું

નોર્થ કેરોલિનઃ અમેરિકાના નોર્થ કેરોલિના ગવર્નરે ૨૦૧૭ની સાલ માટેનો સૌથી શ્રેષ્‍ઠ એવોર્ડ ઇન્‍ડિયન અમેરિકન સંશોધક RKM જયંતિને આપી તેમનું બહુમાન કર્યુ છે.

વાતાવરણમાં રહેલા પ્રદૂષણને માપવા તથા તેના ઉપર રોક લગાવતા આંતર રાષ્‍ટ્રિય સંશોધન બદલ RTIના આ ઇન્‍ડિયન અમેરિકન સાયન્‍ટીસ્‍ટનું રેલે મુકામે યોજાયેલા સત્‍કાર સમારંભમાં બહુમાન કરાયું હતું.

શ્રી જયંતિએ ભારતની આંધ્ર યુનિવર્સિટીમાંથી કેમિસ્‍ટ્રી એન્‍ડ એન્‍જીનીયરીંગની ડીગ્રી મેળવેલી છે તેઓ ૧૯૭૮ની સાલથી અમેરિકાની પેન્‍સિલવેનિઆ સ્‍ટેટ યુનિવર્સિટીમાં કેમિસ્‍ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે.

(9:30 pm IST)