Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

એક ગોળી આવે તો ૧૦ છોડો, એક ગોળો આવે તો ૧૦ તોપ ચલાવો : નરેન્‍દ્રભાઇની ગર્જના

મુરેનામાં કોંગ્રેસ પર ધાણીફૂટ પ્રહારો કરતા પીએમ મોદી અમે સરહદ પરના સૈનિકોની ચિંતા કરી ખુલી છુટ આપી : કોંગ્રેસે કર્ણાટકમાં ઓબીસીના હકક છીનવ્‍યા

ગ્‍વાલિયર, તા.૨૫, નરેન્‍દ્રભાઈ આજે ગ્‍વાલિયર-ચંબલ વિસ્‍તારના પ્રવાસ પર છે. તેઓ ગ્‍વાલિયરમાં ટ્રાન્‍ઝિટ વિઝિટ કરી હતી જ્‍યારે મુરેનામાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને ગ્‍વાલિયરથી મોરેના સુધીના રસ્‍તા પર વ્‍યાપક સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. પ્રશાસને પણ PM મોદી રોડ માર્ગે મોરેના જવાની તૈયારીઓ કરી લીધી છે. આ સિવાય સ્‍ત્‍ભ્‍ મુવમેન્‍ટને ધ્‍યાનમાં રાખીને આજે ગ્‍વાલિયર શહેરમાં ભારે વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્‍યો હતો. પીએમ મોદીના ગ્‍વાલિયર એરફોર્સ સ્‍ટેશન પર આગમન અને ત્‍યાંથી મુરેના જવા દરમિયાન લક્ષ્મણગઢ પુલથી ગ્‍વાલિયર તરફ જતા વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્‍યો હતો.

મધ્‍યપ્રદેશના મુરેનામાં આજે વિજય સંકલ્‍પ રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ માટે દેશથી મોટું કંઈ નથી, જ્‍યારે કોંગ્રેસ માટે પરિવાર જ સર્વસ્‍વ છે. પીએમએ કહ્યું કે મોરેનાએ હંમેશા એમને સમર્થન આપ્‍યું છે, જેમના માટે રાષ્‍ટ્ર પ્રથમ આવે છે, હું તમારા બધાનો ઉત્‍સાહ જોઈને કહી શકું છું કે આજે પણ મોરેના તેના સંકલ્‍પમાં ડગમગ્‍યું નથી અને કયારેય ડગમગશે નહીં.

પીએમએ કહ્યું, આઝાદી સમયે કોંગ્રેસે ધર્મના નામે દેશના ભાગલાને સ્‍વીકાર્યું હતું. કોંગ્રેસે મા ભારતીના હાથમાંથી સાંકળો કાપવાને બદલે મા ભારતીની ભૂજાઓ કાપી નાખી. દેશના ટુકડા થઈ ગયા પરંતુ કોંગ્રેસ સુધરવા તૈયાર નથી. કોંગ્રેસને લાગે છે કે તેના ફાયદા માટે આ સૌથી સરળ રસ્‍તો છે. આજે ફરી એકવાર કોંગ્રેસ ખુરશી માટે ઝઝૂમી રહી છે. હવે કોંગ્રેસ ખુરશી મેળવવા માટે તમામ પ્રકારની રમત રમી રહી છે, કોંગ્રેસની નીતિ એ છે કે જે સૌથી વધુ યોગદાન આપે, સખત મહેનત કરે અને દેશ માટે સૌથી વધુ સમર્પિત કરે તેને સૌથી પાછળ રાખવો. કોંગ્રેસે વર્ષોથી સૈન્‍યના જવાનાની  વન-રેન્‍ક- વન પેન્‍શન જેવી માંગ પૂરી થવા દીધી ન હતી. અમે સરકારની રચના થતાં જ વન રેન્‍ક-વન પેન્‍શન લાગુ કર્યું.

કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, મધ્‍યપ્રદેશના લોકો જાણે છે કે એક વખત તેઓ કોઈ સમસ્‍યામાંથી મુક્‍ત થઈ જાય છે, તો તેમણે તે સમસ્‍યાથી દૂર રહેવું જોઈએ, કોંગ્રેસ પાર્ટી એવી વિકાસ વિરોધી અને મોટી સમસ્‍યા છે. અમે  સરહદ પર ઉભેલા સૈનિકોની ચિંતા કરી  જે સૈનિકોના હાથ કોંગ્રેસ સરકારે બાંધ્‍યા હતા તેમને પણ અમે ખુલી છુટ આપી હતી. અમે કહ્યું કે એક ગોળી આવે તો ૧૦ ગોળી ચલાવવી જોઈએ. જો એક શેલ ફેંકવામાં આવે તો ૧૦ તોપો ફાયર કરવી જોઈએ.

કોંગ્રેસે મધ્‍યપ્રદેશને બીમાર રાજ્‍યોની લાઇનમાં ઉભુ કર્યુ છું. કોંગ્રેસે બનાવેલા ખાડાઓ ભર્યા બાદ ભાજપ સરકારે મધ્‍યપ્રદેશ અને ચંબલને નવી અને ગૌરવપૂર્ણ ઓળખ આપી છે. ભીંડ, મુરેના, ગ્‍વાલિયરના લોકો જેમણે કોંગ્રેસનો કાળો તબક્કો જોયો છે, તેઓ ભાજપ સરકારમાં વિકાસ વધુ અનુભવી રહ્યા છે. ૪ જૂન પછી આપણા મુખ્‍યમંત્રી મોહન યાદવના નેતળત્‍વમાં મધ્‍યપ્રદેશનો વિકાસ વેગ પકડવા જઈ રહ્યો છે.

કોંગ્રેસ પર તુષ્ટિકરણનો આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું, ‘આજે ફરી એકવાર કોંગ્રેસ ખુરશી માટે ઝઝૂમી રહી છે. ખુરશી મેળવવા માટે આ લોકો ફરી એકવાર ધાર્મિક તુષ્ટિકરણનો પ્‍યાદા તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

કર્ણાટકમાં કોંગ્રેસનું શાસન છે અને તેમણે શું પાપ કર્યું છે? તમને નવાઈ લાગશે. મને કહો, તમારા ગામમાં કોઈ આવીને કહે કે આ ગામના બધા લોકો હવે ઁઆઁને બદલે ' થઈ ગયા છે, તો શું તમે સંમત થશો? કોંગ્રેસ સરકારે કહ્યું છે કે કર્ણાટકમાં જેટલા પણ મુસ્‍લિમ સમુદાયના લોકો છે. ઉચ્‍ચ વર્ગ, અમીર, ઉદ્યોગપતિ, ઉદ્યમી, ન્‍યાયાધીશ, કોઈપણ બસ મુસ્‍લિમ હોવા જોઈએ. જો તે મુસ્‍લિમ છે તો રાતોરાત તેમને એક કાગળ પર સહી કરી બધાને ઓબીસી જાહેર કર્યા. ત્‍યાં કોંગ્રેસે ઓબીસી સમુદાયમાં એટલા નવા લોકોને ઉમેર્યા કે જેઓ પહેલા શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામત મેળવતા હતા. તેમને જે મળતું હતું તે ચોરી -છુપી રીતે છીનવી લેવામાં આવ્‍યું હતું, અને મુસ્‍લિમોને ગેરકાયદેસર રીતે OBC બનાવવામાં આવ્‍યા હતા

(4:33 pm IST)