Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગેહલોતને ખુરશી છોડવી નથી, પાયલોટને મુખ્યમંત્રી પદથી ઓછું ખપતું નથી

રાજસ્થાન કોંગ્રેસની રામાયણ

જયપુરઃ રાજસ્થાનમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટ વચ્ચેનો વિવાદ દિવસે–દિવસે વધતો જાય છે. હવે તો વાત એટલે સુધી પહોચી ગઇ છે કે એક બીજા માટે, નકામો, બેકાર અને ગદ્દાર જેવા શબ્દો વાપરી રહયા છે.

જુલાઇ ૨૦૨૦માં સચિન પાયલોટે જયારે પોતાના ૨૦ ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો ત્યારે ગેહલોતે તેમને નકામા કહયા હતા. હાલમાં એક ખાનગી ચેનલને આપેલ ઇન્ટરવ્યુમાં ગેહલોતે પાયલોટને ગદ્દાર પણ કહી દીધા.

સચિન પાયલોટે ગેહલોતના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપતા એટલું જ કહયુ કે અશોક ગેહલોત જેવા સીનીયર નેતાને આવી ભાષાનો ઉપયોગ કરવો શોભાદાયક નથી. દરમ્યાન કોંગ્રેસના સંગઠન મહામંત્રી કે સી વેણુગોપાલ ૨૯ નવેમ્બરે જયપુરની મુલાકાત લેવાના છે.

(3:32 pm IST)