Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

મહારાષ્ટ્ર અને ગોવામાં સ્ટીલ બનાવતી કંપનીઓના 44થી વધુ સ્થળો પર દરોડા પર આવકવેરા વિભાગના દરોડા

પુણે, નાસિક અહમદનગર અને ગોવાના મોટા ટ્રેડર ઝપટે : કલી દસ્તાવેજો, બિલ, ઈલેક્ટ્રોનિક પુરાવા જપ્ત

મુંબઈ : આવકવેરા વિભાગે મહારાષ્ટ્ર  અને ગોવામાં દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્ર અને ગોવા આધારિત એક ગ્રુપ છે જે સ્ટીલ ઉત્પાદક છે અને પુણે, નાસિક અહમદનગર અને ગોવાના ટ્રેડર છે. તેના પર દરોડા પાડ્યા છે ,44થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.દરોડા દરમિયાન તમામ નકલી દસ્તાવેજો, બિલ, ઈલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે.

જીએસટી ઓથોરિટી પુણેના વ્હીકલ ટ્રેકિંગ એપ દ્વારા નકલી ઈ-વે બિલ જપ્ત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ જૂથ પાસેથી 160 કરોડ રૂપિયાની બોગસ ખરીદીના પુરાવા મળ્યા છે. તપાસમાં આ રકમ વધુ વધવાની શક્યતા છે. આવકવેરા અધિકારીઓ હજુ તપાસ કરી રહ્યા છે.

 તપાસમાં 3.5 કરોડ રૂપિયાના માલની અછત અને લગભગ 4 કરોડ રૂપિયાના વધારાના સ્ટોક વિશે માહિતી મળી છે. પ્રોપર્ટીમાં રોકાણની સાથે 3 કરોડની રોકડ, 5.20 કરોડ રૂપિયાના દાગીના પણ અલગ અલગ સ્થળોએથી જપ્ત કરવામાં આવ્યા છે. 194 કિલો ચાંદી મળી આવી, જેની કિંમત 1.34 કરોડ આંકવામાં આવી રહી છે, અત્યાર સુધીની તપાસમાં 175.5 કરોડ રૂપિયાની આવકમાં દાગીના, રોકડનો પણ સમાવેશ થયો છે. આવકવેરાની રેડ અને તપાસ સતત ચાલી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ આવકવેરા વિભાગની કાર્યવાહીઓ સખ્ત બની છે, ત્યારે રાજકોટમાં ઘણા બિલ્ડરો આવકવેરાની ઝપેટમાં આવી ચૂક્યા છે. રાજકોટના નામાંકીત બિલ્ડર ગ્રુપ આર.કે અને ગંગદેવ ગ્રુપ પર સતત ચારથી પાંચ દિવસ સુધી ઈન્કમ ટેક્સ વિભાગનો સર્વે ચાલ્યો.

ઈન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે ચાર દિવસની કાર્યવાહી દરમિયાન અંદાજિત 300 કરોડના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા છે. જેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ગત રાત્રીના કોથળાં ભરીને સાહિત્ય ઈન્કમ ટેક્સ કચેરીમાં ઠાલવવામાં આવ્યું છે. આ સાથે જ કેટલાક બેંક ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે અને સોનું તથા રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે.

(12:23 am IST)