Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

કાબુલ એરપોર્ટના પ્રવેશદ્વાર પર ફાયરિંગ બાદ અંધાધૂંધી :હવે ત્રણ ગેટ તાલિબાનના કબ્જામાં

એરપોર્ટનાં ત્રણ દરવાજા પર તૈનાત અમેરિકાનાં સૈનિકો પાછળ હટી ગયા

અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદ પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ રહી છે. કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી બોમ્બ ધડાકાના બે દિવસ બાદ શનિવારે એરપોર્ટના પ્રવેશ દ્વાર પાસે ફાયરિંગ થયું છે. અનેક રાઉન્ડ ફાયરિંગ થયા બાદ લોકોમાં ભયનો માહોલ છે. એરપોર્ટની આજુબાજુ અશ્રુ ગેસના ગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.

ફાયરિંગ બાદ લોકો જીવ બચાવવા માટે જ્યાં-ત્યાં દોડતા જોવા મળી રહ્યા છે.જ્યારે હવે, વધું માહિતી એ મળી રહી છે કે એરપોર્ટનાં ત્રણ દરવાજા પર તૈનાત અમેરિકાનાં સૈનિકો પાછળ હટી ગયા છે. ન્યૂઝ એજન્સી ANI એ ટોલો ન્યૂઝને ટાંકીને કહ્યું છે કે અમેરિકન સૈનિકોએ કાબુલ એરપોર્ટના ત્રણ દરવાજા અને કેટલાક અન્ય ભાગો છોડી દીધા છે. આવી સ્થિતિમાં તાલિબાને કહ્યું છે કે હવે આ દરવાજા પર તેનું નિયંત્રણ છે.

અફઘાનિસ્તાનમાંથી નાગરિકોને એરલિફ્ટ કરવા માટેની બ્રિટનની છેલ્લી ફ્લાઇટ પણ કાબુલ એરપોર્ટ પરથી ટેક ઓફ કરી ચુકી છે. આ સાથે જ બ્રિટન દ્વારા તેના નાગરિકોને બહાર કાવાની કામગીરી સમાપ્ત થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે તાલિબાન પર નિયંત્રણ મેળવ્યા બાદ બે સપ્તાહમાં બ્રિટને લગભગ 15,000 અફઘાન અને બ્રિટિશ નાગરિકોને અહીંથી એકલિફ્ટ કર્યા છે.

(12:10 am IST)