Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

BSFમાં કોન્સ્ટેબલના 7000 પદો પર બમ્પર ભરતી: 10મુ પાસ યુવાનોને તક :31 ઓગસ્ટ છેલ્લી તારીખ

ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસએસસીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે ફોટો બીએસએફ

નવી દિલ્હી : બોર્ડર સિક્યોરિટી ફોર્સની તરફથી કોન્સ્ટેબલના 7 હજાર પદો પર ભરતી કરવામાં આવી રહી છે, ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર એસએસસીની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. અરજીના સ્ટેપ્સ ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવ્યા છે. ઉમેદવાર ધ્યાન રાખો કે આ ભરતી જીડી કોન્સ્ટેબલ બેઠળ કરવામાં આવશે. તેના માટે તેને જીડી કોન્સ્ટેબલનું જ ફોર્મ ભરવાનું રહેશે. 

જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે. ત્યાર બાદ કોઈ પણ ઉમેદવારનું ફોર્મ એક્સેપ્ટ નહીં  કરવામાં આવશે.

આ પદો પર ભરતી માટે દરેક ઉમેદવારે માન્ય યુનિવર્સિટી માટે 50 ટકા સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. સાથે જ તેમની ઉંમર 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ. 

 

અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. પોતાની પર્સનલ ડિટેલ્સ એન્ટર કરી સબમિટ કરો. ફોર્મ ભરો અને ફી જમા કરો. ફોર્મની ફીની એક નકલ ડાઉનલોડ કરી પોતાની પાસે રાખો.

(7:17 pm IST)