Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

કોરોનાના વધતાં કેસ સામે એકશનમાં ગૃહમંત્રાલયઃ રાજયોને આપ્યા મહત્વપૂર્ણ આદેશઃ વર્તમાનમાં લાગુ નિયમો ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાયા

ગૃહમંત્રાલયે રાજયોને પત્ર લખીને મહત્વપૂર્ણ આદેશ આપ્યા

નવી દિલ્હી, તા.૨૮: કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોના વાયરસનાં વધતાં પ્રભાવને રોકવા માટે પહેલાથી લાગુ નિયમોને ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવવાના આદેશ આપ્યા છે. ગૃહમંત્રાલયે તમામ રાજયોને પત્ર લખીને તહેવારોની સીઝનમાં ભીડ એકત્ર ન થવા દેવાના આદેશ આપ્યા છે. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવશ્યકતા અનુસાર લોકલ સ્તર પર પ્રતિબંધો લગાવવામાં આવે.

નોંધનીય છે કે ભારતમાં છેલ્લા એક મહિનાથી કોરોના વાયરસ મહામારીમાંથી થોડી રાહત મળી છે પરંતુ દક્ષિણનાં રાજયો જેમાં ખાસ કરીને કેરળમાં કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં શનિવારે ૪૬,૭૫૯ નવા કોરોના કેસ નોંધાયા છે જયારે ૩૧,૩૭૪ દર્દીઓએ કોરોનાને મહાત પણ આપી છે, સાથે ૫૦૯ લોકોની સંક્રમણનાં કારણે મોત થઈ છે.

ચિંતાની વાત છે કે દેશમાં એકિટવ કેસની સંખ્યા હવે વધી રહી છે, જે વધીને હાલ ૩.૫૯ થઈ ગઈ છે. ત્યાં જ અત્યાર સુધીમાં ૪,૩૭,૩૭૦ લોકોએ કોરોના વાયરસનાં કારણે પોતાના જીવ ગુમાવ્યા છે.

(3:36 pm IST)