Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

મોડીરાત્રે શ્રીનગર સહિત કાશ્મીરના કેટલાક ભાગોમાં વરસાદ પડયો

ગઇકાલે રાતથી શ્રીનગરના કેટલાક ભાગો સહિત કાશ્મીર ખીણમાં સંખ્યાબંધ ભાગોમાં વરસાદ વરસી રહયો છે. જો કે હવે પછી ઉત્તર કાશ્મીરમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થતો જશે. જયારે ગત મધરાત પછી મધ્ય કાશ્મીર અને દક્ષિણ કાશ્મીરના ભાગોમાં વરસાદની તીવ્રતામાં વધારો થયેલો જણાય છે. પ્રેમ લબીબ ગુલઝારે ટવીટર હેન્ડલ ઉપર જણાવ્યુ છે. આગામી દિવસોમાં જમ્મુ અને કાશ્મીરમાં ગાજવીજ સાથે વધુ વરસાદની સંભાવના હોવાનુ પણ જણાવ્યુ છે.

(12:59 pm IST)