Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

સત્ય એ જ સૌથી મોટો ધર્મ છે : વિદાય સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથનું ઉદબોધન : એક બાજુ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે જવાનો આનંદ ,બીજી બાજુ ગુજરાત છોડવાનું દુઃખ : ઉત્તર પ્રદેશ મારી જન્મભૂમિ , ગુજરાત મારી કર્મભૂમિ : વિદાય વેળાએ ચીફ જસ્ટિસ ગદગદિત

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથની સુપ્રીમ કોર્ટ જસ્ટિસ તરીકે નિમણુંક થતા તેઓને વિદાય આપવા માટે ગઈકાલ શુક્રવારે  યોજાયેલા સમારંભમાં ઉદબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે સત્ય એ જ સૌથી મોટો ધર્મ છે .ન્યાયતંત્ર માટે લોકોનો વિશ્વાસ જાળવવો મહત્વપૂર્ણ છે.

ગુજરાત આ દેશના સૌથી રાજકીય રીતે વાઇબ્રન્ટ રાજ્યોમાંનું એક છે. મારા કાર્યકાળ દરમિયાન મને માત્ર આ કોર્ટ દ્વારા જ સારી રીતે આવકારવામાં આવ્યો ન હતો પરંતુ બારના સભ્યો તેમજ મારા સાથીઓનો  પણ પુરેપુરો સહકાર મળ્યો હતો.

ઉત્તર પ્રદેશ ભલે મારી જન્મભૂમિ હોય પરંતુ ગુજરાત મારી કર્મ ભૂમિતરીકે સદાય યાદ રહેશે.

ગુજરાત છોડીને મારી કારકિર્દીમાં ઉચ્ચ પદ પર આગળ વધવાથી મને મિશ્ર લાગણીઓ મળે છે. ખુશ છું, હું સુપ્રીમ કોર્ટની બેન્ચમાં શામેલ થવાનો  છું સાથોસાથ દુઃખ પણ છે કે હું ગુજરાત છોડી રહ્યો છું.જે મારા ઘર સમાન હતું. તેમ જણાવ્યું હોવાનું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:09 am IST)