Gujarati News

Gujarati News

News of Saturday, 28th August 2021

૩B રિટર્ન અનિયમિત તો GSTR 1 નહીં ભરાય

બોગસ બિલીંગ અટકાવવા માટે ચાર વર્ષ બાદ સરાહનીય પગલું ભરવામાં આવ્યું : પહેલા કૌભાંડીઓ GSTR ૧ ભર્યા પછી ટેકસ બચાવવા ૩ બી રીટર્ન ભરતા ન હતા

નવી દિલ્હી,તા. ૨૮ : છેલ્લા બે મહિનાના જીએસટી ૩બી રીટર્ન નહીં ભરનાર વેપારી હવેથી જીએસટીઆર ૧ પણ ફાઇલ નહીં કરી શકે તેવી સુવિધા પોર્ટલ પર આગામી એક સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવનાર છે. આ સુવિધા શરુ થવાની સાથે જ બોગસ બિલીંગ કૌભાંડમાં ઘટાડો થવાની શકયતા રહેલી છે. જોકે આ સુવિધા જીએસટી લાગુ થયા બાદ ઘોડા મહિનામાં જ લાગુ કરવાની જરૂરીયાત હતી. તેમ છતાં ચાર વર્ષ બાદ તેનો અમલ કરવાની સત્ત્।ાવાર જાહેરાત કરવામાં આવી છે.

બોગસ બિલીંગ કરનારા કૌભાંડીઓ કાગળ પર જ વેપલો બતાવીને જીએસટીઆર ૧ ભરી દેતા હતા. તેના આધારે સામેવાળા વેપારી આઇટીસી લઇ લેતા હતા. પરંતુ ટેકસ પેટે જે રકમ જીએસટીના ૩બી રીટર્નમાં ભરવાની થતી હતી કે ભરતા નહોતા. તેના કારણે સરકારને કરોડો રુપિયાની આવકનો ચુનો લાગતો હતા. કારણ કે ટેકસની રકમ આવ્યા વિના જ સામેવાળા વેપારીને આઈટીસી ચુકવવી પડતી હતી. જીએસટી લાગુ થયા હાદ બોગસ બિલીંગની સમસ્યા માથાનો દુઃખાવો બની હતી. તેના નિરાકરણ માટે જ હવે જીએસટીમાં છેલ્લા બે મહિનાથી ૩બી રીટર્ન ફાઇલ નહીં કરનારા હવે જીએસટીઆર ૧ પણ ફાઇલ કરી શકશે નહીં. તેમજ આની શરુઆત ૧ સપ્ટેમ્બરથી પોર્ટલ પર લાગુ કરવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. (૨૨.૯)

જાહેરનામુ જાન્યુઆરીમાં બહાર પડાયું, અમલ ૧ સપ્ટેમ્બરથી થશે

બે ૩બી રીટર્ન નહીં ભરનાર વેપારી એક સપ્ટેમ્બરથી જીએસટીઆર ૧ પણ ભરી નહીં શકે તે માટેનુ જાહેરનામુ કેન્દ્ર સરકાર દ્વારા જાન્યુઆરી ૨૦૨૧માં બહાર પાડી દીધુ હતુ. પરંતુ તેનો અમલ પોટંલ પર કરવામાં આવ્યો નહોતો. જેથી જાહેરનામું બહાર પડયા બાદ પણ તેનો અમલ કરવામાં આવતો નહીં હોવાથી કૌભાંડીઓને છૂટો દૌર મળી રહ્યો હતો. જોકે ગુરૂવારે મોડી સાંજે આ માટેની સત્ત્।ાવાર જાહેરાત કરવાની સાથે પોર્ટલ પર પણ તે સુવિધા શરૂ કરી દીધી છે. જેથી એક સપ્ટેમ્બર બાદ તેનો અમલ થવાનો છે.

અગાઉ ઇ વેબિલ નહીં બનાવવાનો અમલ કરાયો હતો

બોગસ બિલીંગ અટકાવવા તેમજ સરકારી આવકને થતુ નુકસાન અટકાવવા માટે થોડા સમય પહેલા જ છેલ્લા બે ૩બી રીટર્ન નહીં ભરનાર વેપારી ઇ વેબિલ નહીં બનાવી શકે તેનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. તેના લીધે બોગસ બિલીંગના કેસમાં ઘટાડો થોડાક અંશે થયો હતો. જેથી હવે નવો સુધારો લાગુ કરવામાં આવ્યા બાદ બોગસ બિલીંગ કૌભાંડ અટકવાની શકયતા વધુ છે. તેમજ કરવામાં આવે તો પણ તાત્કાલિક જ પકડાઇ જશે અને સરકારને કરોડો રૂપિયાનો ચુનો લાગતો અટકી શકે તેમ છે.

બોગસ બિલીંગના કોભાંડીઓ હવે ઝડપથી પકડાશે

બોગસ બિલીંગ અટકાવવા માટે બે જીએસટી ૩બી રીટર્ન ફાઇલ નહીં કરનાર જીએસટીઆર ૧ ભરી શકશે નહીંનો નિયમ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ તેનો અમલ થયા બાદ બોગસ બિલીંગની સમસ્યાનો કાયમી ધોરણે નિકાલ આવે તેવી શકયતા વધી છે. તેમ છતાં કેટલાક તત્વો દ્વારા બોગસ બિલીંગ કરવામાં આવે તો પણ અધિકારીઓ તેને તાત્કાલિક ઝડપી પાડીને કાર્યવાહી કરી શકશે. તેવી સુવિધા આ નિયમ લાગુ કરતાની સાથે મળી રહેવાની છે.-નિતેશ અઝૂવાલ (સીએ)

(10:02 am IST)