Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

કેનેડામાં હરદીપસિંહ નિઝજરની હત્‍યામાં ભારતીય એજન્‍ટો સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરતી કેનેડા સરકાર

વિદેશી સરકારના ગેરકાયદેસર પગલાથી તમામ કેનેડિયનને બચાવવાની અમારી જવાબદારી – વડાપ્રધાન જસ્‍ટીન ટ્રુડો

નવી દિલ્‍હીઃ ટ્રુડોએ કહ્યું કે કેનેડાની સરકાર ખાતરી કરી રહી છે કે આ મામલાની યોગ્ય તપાસ થાય. કેનેડિયન પીએમે કહ્યું, "આ મામલાની સપાટી પર પહોંચવા માટે અમે ભારત સરકાર સાથે રચનાત્મક રીતે કામ કરવા આતુર છીએ. અમે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ કેવી રીતે થયું? અમે ખાતરી કરવા માંગીએ છીએ કે "કેનેડિયન નાગરિકો ફરી ક્યારેય સંવેદનશીલ ન રહે. વિદેશી અથવા આંતરરાષ્ટ્રીય શક્તિ દ્વારા દખલગીરી કરવી."

ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ મુક્યો હતો કે નિજ્જરની હત્યામાં ભારત સરકારનો હાથ હતો. જો કે ભારતે આ આરોપોને ફગાવી દીધા હતા. આનાથી બંને દેશના રાજકીય સંબંધ ખરાબ થયા હતા. મળતી માહિતી અનુસાર, મહિનામાં એક વીડિયો જાહેર કરી કહ્યું કે એક કોન્ટ્રાક્ટ કિલરે નિજ્જરને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. વર્ષ-2020માં ભારતની એનઆઈએ નિજ્જરને આતંકવાદી જાહેરા કર્યો હતો. ગત વર્ષે જૂનમાં તેને બ્રિટિશ કોલંબિયાના પરામાં આવેલા ગુરુદ્વારા નજીક ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી

(11:21 pm IST)