Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

બાહુબલી અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીનું બાંદામાં મૃત્યુ

મુખ્તાર અંસારીની તબિયત હાર્ટ એટેકના કારણે બગડતા તાત્કાલિક બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવાયા હતા

નવી દિલ્હી :બાહુબલી અને પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીનું બાંદામાં મૃત્યુ થયું હતું. આ પહેલા ગુરુવારે સાંજે બાંદા જેલમાં બંધ બાહુબલી નેતા મુખ્તાર અંસારીની તબિયત હાર્ટ એટેકના કારણે બગડી હતી. માહિતી મળતા જ બાંદાના ડીએમ અને એસપી જેલ પહોંચ્યા હતા. તેમની સૂચના પર, મુખ્તારને ઉતાવળમાં બાંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

  જેલના એક અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્તાર અંસારીને કડક સુરક્ષા હેઠળ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સૂત્રોનું માનીએ તો પૂર્વ સાંસદને બે દિવસ પહેલા પેટમાં ગેસ અને યુરિન ઈન્ફેક્શનની ફરિયાદને કારણે મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(10:37 pm IST)