Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

હિમાચલ પ્રદેશના મનાલીમાં હિમસ્ખલન બાદ યુવક ગુમ

પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓ બચાવ કામગીરીમાં વ્યસ્ત

હિમાચલ પ્રદેશના મનાલી જિલ્લાના કુલ્લુમાં હિમસ્ખલન બાદ એક યુવક ગુમ થયો છે. કુલ્લુના જગતસુખ ગામમાં ગુરુવારે બપોરે હિમસ્ખલન થયું હતું. મનાલી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (એસડીએમ) રમણ શર્માએ જણાવ્યું હતું કે પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે અને ગુમ વ્યક્તિની શોધ માટે બરફ હટાવવામાં આવી રહ્યો છે

   
(10:02 pm IST)