Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ઝારખંડના ભાજપના પૂર્વ સાંસદ -વરિષ્ઠ નેતા રામટહલ ચૌધરી કોંગ્રેસમાં જોડાયા

ચૌધરી ભાજપની ટિકિટ પર રાંચીથી પાંચ વખત લોકસભાના સભ્ય હતા.

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાની ચૂંટણી રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે ઉમેદવારોની યાદી પણ બહાર પાડી રહ્યા છે દરમિયાન ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ અને વરિષ્ઠ નેતા રામટહલ ચૌધરી ગુરુવારે કોંગ્રેસમાં જોડાયા હતા ચૌધરી ભાજપની ટિકિટ પર રાંચીથી પાંચ વખત લોકસભાના સભ્ય હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમની ટિકિટ રદ્દ કરીને સંજય શેઠને ઉમેદવાર બનાવ્યા હતા. આ પછી તેઓ ભાજપથી અલગ થઈ ગયા.હતા

 

(10:00 pm IST)