Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ગોવિંદાની ફરી રાજનીતિમાં એન્ટ્રી : શિવસેના શિંદે જૂથમાં જોડાયા, મુંબઈ ઉત્તર પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી શકે

ગોવિંદાએ સીએમ એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના શિંદે જૂથનું સભ્યપદ લીધું:આ પહેલા ગોવિંદા 2004માં લોકસભા ચૂંટણી લડ્યા હતા અને ભાજપના વરિષ્ઠ નેતા રામનાઈકને હરાવ્યા હતા

મુંબઈ :ફિલ્મ અભિનેતા ગોવિંદા ફરી એકવાર રાજકારણમાં પ્રવેશ્યા છે, તેઓ સીએમ એકનાથ શિંદેની હાજરીમાં શિવસેના શિંદે જૂથમાં જોડાયા હતા. માનવામાં આવે છે કે તેઓ મુંબઈ નોર્થ-વેસ્ટથી ચૂંટણી લડી શકે છે. ગોવિંદાના રાજકારણમાં પ્રવેશ અંગેની અટકળો શરૂ થઈ જ્યારે તે શિવસેના એક નાથ શિંદે જૂથના પ્રવક્તા અને ભૂતપૂર્વ ધારાસભ્ય કૃષ્ણા હેગડેને મળ્યા હતા 

   મુંબઈની નોર્થ વેસ્ટ સીટ પરથી ગોવિંદાને ચૂંટણી લડાવવાની તૈયારી ચાલી રહી છે. આ એ જ બેઠક છે જ્યાંથી શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે અમોલ કીર્તિકરને ઉમેદવાર બનાવ્યા છે. ઉદ્ધવના આ પગલા પછી કોંગ્રેસ નેતા નિરુપમ પણ નારાજ છે કે ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસની સીટ પર ઉમેદવાર કેમ ઉભા રાખ્યા. આ પછી ગોવિંદા આ સીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા વધી ગઈ હતી. એક અઠવાડિયા પહેલા પણ ગોવિંદા એક નાથ શિંદેને મળ્યો હતો. આ ઉપરાંત ત્રણ દિવસ પહેલા એક મહત્વની બેઠક પણ યોજાઈ હતી.

  ગોવિંદાએ 2004માં કોંગ્રેસની ટિકિટ પર ઉત્તર મુંબઈ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમણે અહીંથી ભાજપના વરિષ્ઠ નેતા રામનાઈકને હરાવ્યા હતા. ગોવિંદાની આ જીત ખાસ હતી કારણ કે તેણે ભાજપનો ગઢ ગણાતી સીટ પર જીત મેળવી હતી. આ લોકસભા સીટમાં બોરીવલી, મગાથેન, ચારકોપ, મલાડ, દહિસર, કાંદિવલી વગેરે વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે.

 
(7:04 pm IST)