Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

જયપુરમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી 6 એપ્રિલે જાહેરસભા સંબોધન કરશે : ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે

કોંગ્રેસ સોનિયા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં મેનિફેસ્ટો બહાર પાડશે; રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે.

નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતપોતાની ચૂંટણી રણનીતિ ઘડવામાં વ્યસ્ત બન્યા છે ઉમેદવારોની યાદી પણ બહાર પાડી રહ્યા છે દરમિયાન કોંગ્રેસ 6 એપ્રિલે જયપુરમાં મેનિફેસ્ટો બહાર પાડશે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી 6 એપ્રિલે જયપુરમાં જાહેર સભા કરશે. કોંગ્રેસ સોનિયા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં મેનિફેસ્ટો પણ બહાર પાડશે.

  આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહેશે. સોનિયાની મુલાકાતને લઈને ગુરુવારે પીસીસી વોર રૂમમાં વરિષ્ઠ નેતાઓની બેઠક યોજાઈ હતી

   
(7:00 pm IST)