Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

તુલીપ ગાર્ડનમાં ખીલ્‍યા ૧૭ લાખ ફુલઃ પ દિ'માં પ૧૦૦૦ સહેલાણીઓ ઉમટયા

કાશ્‍મીરમાં તુલીપ ગાર્ડન ર૩મીએ ખુલ્લુ મુકાયેલ

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ  : કાશ્‍મીરના તુલીપ ગાર્ડનમાં ખીલેલા  ૧૭.પ૦ લાખ ફુલોને નિહાળવા પાંચ જ દિવસમાં પ૧ હજારથી વધુ લોકો ઉમટી પડયા હતા. ગાર્ડનને ર૩મી માર્ચે ખુલ્લુ મુકવામાં આવ્‍યુ હતુ.સહેલાણીઓને વધુ આકર્ષવા ખેતી વિભાગ દ્વારા તુલીપની પાંચ નવી પ્રજાતિનો પણ ઉમેરો કર્યો છે. સાથે જ ઓનલાઇન ટીકીટ બુકીંગની પણ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. આ ઉપરાંત મુલાકાતીઓને ખેંચી લાવવા વિદ્યાર્થીઓને ર૦ ટકા  વળતર ૧૦ એપ્રિલ સુધી વધારી દીધી છે.અધિકારીઓ મુજબ ગત વર્ષે અનેક મુશ્‍કેલીઓ છતા તુલીપ ગાર્ડનની ૩.૬૬ લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષે ઇદ પછી આ રેકોર્ડ તુટવાની અધિકારીઓ આશા સેવી રહયા છે.

(4:03 pm IST)