Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ઉત્તરાખંડઃ નાનકમત્તા ગુરુદ્વારા ડેરાના ડાયરેક્‍ટર બાબા તરસેમ સિંહની હત્‍યા

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના નાનકમત્તા સાહિબ ગુરુદ્વારામાં આજે સવારે  ડેરાના સંચાલક બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્‍યા કરવામાં આવી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર કાર સેવા ડેરાના સંચાલક બાબા તરસેમ સિંહને વહેલી સવારે લગભગ ૬.૧૫ વાગ્‍યે મોટરસાઇકલ પર આવેલા ૨  અજાણ્‍યા હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી.

શિબિરના પરિચારકો ગંભીર રીતે ઘાયલ બાબાને ખાનગી હોસ્‍પિટલમાં લઈ ગયા જ્‍યાં તેમનું મળત્‍યુ થયું.

પોલીસ અધિક્ષક મંજુનાથ ટીસીએ પત્રકારોને જણાવ્‍યું કે સવારે મોટરસાઇકલ પર સવાર બે પાઘડીધારી માણસો આવ્‍યા અને લાંબી બંદૂક વડે દૂરથી બાબા પર બે વખત ગોળીબાર કર્યો.

એસએસપીએ કહ્યું કે હુમલાખોરોની સ્‍પષ્ટ તસવીરો સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.  ફૂટેજ અને પ્રત્‍યક્ષદર્શીઓના નિવેદનના આધારે હત્‍યારાઓને ઓળખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

(4:03 pm IST)