Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

મુંગા જીવો પણ આપણા જ સમાજનો એક ભાગ: ક્રુરતા અસ્વીકાર્ય:મુંબઈ હાઈકોર્ટ

હાઉસિંગ સોસાયટી તથા અરજદારને કુતરાના મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે સહકાર આપવા જણાવ્યું. એક નિવૃત્ત જજ પોતાની સાથે બિસ્કિટ રાખતા અને કૂતરાઓ તેમની પાછળ જતા:કોર્ટે આપ્યું ઉદાહરણ

નવી દિલ્હી:બોમ્બે હાઈકોર્ટે મંગળવારે કહ્યું કે, રખડતા કૂતરાઓ સાથે ક્રૂરતા અને નફરત સાથે વ્યવહાર કરવો એ સંસ્કારી સમાજમાં સ્વીકાર્ય નથી. કોર્ટે, એક કેસની સુનાવણી કરતી વખતે, એક હાઉસિંગ સોસાયટીને અરજદારને આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે સહકાર આપવા જણાવ્યું હતું.

 

જસ્ટિસ જીએસ કુલકર્ણી અને જસ્ટિસ આરએન લદ્દાખની ડિવિઝન બેન્ચે મંગળવારે હાઈકોર્ટ બિલ્ડિંગ કોમ્પ્લેક્સમાં અનેક રખડતા કૂતરા અને બિલાડીઓની સંભાળ લેતા વકીલો અને ન્યાયાધીશોનું ઉદાહરણ આપતા કહ્યું હતુ કે, " એક વાર હાઈકોર્ટની ઈમારતની મુલાકાત લો... શું તમે બિલાડીઓની સંખ્યા ગણી છે?  તેઓ ક્યારેક મંચ પર પણ બેસી જાય છે." જ્યાં પણ તમે તેમને (બિલાડીઓ) લઈ જાઓ છો, ત્યાં તેઓ તમારી પાછળ પાછળ આવે છે. આ પ્રાણીઓ પણ એક જીવ છે અને આપણા સમાજનો જ એક  ભાગ છે... આપણે તેમની કાળજી લેવી પડશે. 

 

કોર્ટે એક જજનું ઉદાહરણ પણ આપ્યું જે હવે નિવૃત્ત થઈ ગયા છે તેમણે કહ્યું કે, તે પોતાની સાથે બિસ્કિટ રાખતા હતા અને કૂતરાઓ તેની પાછળ જતા હતા.

 

બેન્ચ પરોમિતા પુરથન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી રહી હતી, જે દાવો કરે છે કે, તે એક એનિમલ લવર છે અને ઉપનગરીય કાંદિવલીમાં તેની સોસાયટીમાં 18 રખડતા કૂતરાઓની સંભાળ રાખે છે. પુરથને દાવો કર્યો હતો કે, તેને કૂતરાઓને ખવડાવવા અને તેમની દેખભાળ રાખવાની મંજૂરી આપવામાં આવી નથી અને કૂતરાઓને ખવડાવવા માટે નિયુક્ત વિસ્તાર આપવામાં આવ્યો નથી.

 

અરજદારે દાવો કર્યો છે કે, સોસાયટીના મેનેજમેન્ટે પુરથનને રોકવા માટે બાઉન્સર લગાવવાની સૂચના આપી હતી. સોમવારે, જ્યારે કોર્ટે અરજી પર સુનાવણી કરી, ત્યારે તેણે ટિપ્પણી કરી કે, કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ અને એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ, 2023ની જોગવાઈઓ દરેકને પ્રાણીઓ પ્રત્યે કોઈપણ પ્રકારની ક્રૂરતા અને ઉત્પીડન કરવા માટે બાધ્ય છે આ સાથે જ તે લોકો માટે પણ છે જે આ પ્રાણીઓની સાર-સંભાળ લેવા માંગે છે.

(10:42 pm IST)