Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

અકાલ તખતના જથેદારે આપેલ અલ્ટીમેટમ ઉપર પંજાબના મુખ્યમંત્રી માનની પ્રતિક્રિયા: ડીજીપી કહે છે ૧૯૭ને છોડી મુકયા છે

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ધરપકડ કરાયેલા 'નિર્દોષ' યુવાનોની મુક્તિ માટે અકાલ તખ્તના જથેદાર ગિયાની હરપ્રીત સિંહ દ્વારા આંદોલન કરવા  અંગે અપાયેલા ૨૪ કલાકના અલ્ટીમેટમ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જોકે પંજાબના ડીજીપીના કહેવા મુજબ ધરપકડ થયેલા ૩૫૩ માંથી ૧૯૭ને છોડી મુકાયા છે.

માને એક ટ્વિટમાં લખ્યું, “જથેદાર શ્રી અકાલ તખ્ત સાહેબ જી. બધા જાણે છે કે તમે એસજીપીસીમાં 'બાદલ'નો પક્ષ લેતા રહ્યા છો. ઈતિહાસ પર નજર નાખો, ઘણા જથેદારોનો ઉપયોગ 'બાદલો'એ પોતાના સ્વાર્થ માટે કર્યો છે." જો તમે લોકોને ઉશ્કેરવા માટે નહીં, પરંતુ બેઅદબી અને શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના ગુમ થયેલ સ્વરૂપ માટે અલ્ટીમેટમ જારી કર્યું હોત તો સારું હોત

(8:49 pm IST)