Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

આયુષ્માન ભારત યોજના 2.0 થશે તૈયાર:મધ્યમ વર્ગના ૪૦ કરોડ લોકોને મળશે લાભ

મોદી સરકાર આપશે મોટી ભેટ

નવી દિલ્હીઃ મોદી સરકાર હવે મિડલ ક્લાસ લોકોને લાભ આપવા માટે આયુષ્માન ભારત 2.0 વર્ઝન તૈયાર કરી રહી છે. આ યોજના અંતર્ગત ભારત સરકાર 40 કરોડ લોકોને રાહત આપવાનો પ્લાન તૈયાર કરી રહી છે. સૂત્રો અનુસાર આયુષ્માન ભારત યોજનાની તર્જ પર નવી યોજના લાગી કરવા માટે થવાનાં ખર્ચ અને પડકારોને ધ્યાનમાં રાખતાં વિવિધ વિકલ્પોની તપાસ કરવામાં આવી રહી છે. જો આ પગલું લેવાય છે તો આ ઈનકમ ટેક્સમાં રાહત આપ્યાં બાદ મિડલ ક્લાસ માટે સરકાર તરફથી વધુ એક મોટી ભેટ રહેશે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે સરકારનાં આ નવાં આયુષ્માન ભારત 2.0 વર્ઝનમાં પહેલાંની જેમ જ પાંચ લાખ રૂપિયાનું કવરેજ આપવાની વાત ચાલી રહી છે. આ સિવાય તેને ઈન્ડિવિઝ્યુઅલ ટોપ અપના આધાર પર પણ લઈ આવવાની વાત ચાલી રહી છે. તો બીજો વિકલ્પ છે કે તેને હેલ્થ ઈંશ્યોરેન્સ કંપનીની યોજનાઓમાં શામેલ કરી શકાય છે જેમાં ઓછી કિંમત પર બેઝિક મેડિકલ કવરેજ આપવાનું કહેવામાં આવશે.

 

નરેન્દ્રભાઈએ ગરીબોની હેલ્થ સ્કીમને લાગૂ કરવા માટે આયુષ્માન ભારતલ યોજનાની શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનની અંતર્ગત દેશનાં 10 કરોડ પરિવારોને લાભ પહોંચાડવાનો લક્ષ્ય હતો. આ યોજના અંતર્ગત સરકાર દેશનાં 50 કરોડ લોકોને મફતમાં ઈલાજ કરાવે છે એટલે કે 50 કરોડ લોકોને વાર્ષિક 5 લાખ રૂપિયાનું કવરેજ આપવામાં આવે છે.

(8:34 pm IST)