Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

સબરીમાલાના તીર્થયાત્રીઓને લઈ જઈ રહેલી બસ ખીણમાં ખાબકી:૬૨ ઘાયલ

નવી દિલ્હીઃતમિલનાડુથી સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જઈ રહેલી એક બસ મંગળવારે પઠાનમથિટ્ટા જિલ્લામાં ખીણમાં ખાબકી. તેમાં ઓછામાં ઓછા 62 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા. ઈજાગ્રસ્તોમાં કેટલાક ગંભીર હાલતમાં છે. પોલીસે કહ્યું કે દુર્ઘટના તે સમયે બની જ્યારે શ્રદ્ધાળુઓને લઈને જઈ રહેલી બસ સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિરેથી દર્શન કરી પરત આવી રહ્યા હતા.

 

તમિલનાડુના સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જઈ રહેલી બસને બપોરે 1:30 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. આ દરમિયાન નીલક્કલ નજીક ઈલાવંકલ પાસેથી પસાર થતી વખતે બસ રોડ પરથી ખીણમાં ખાબકી ગઈ હતી. પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે તેમાં નવ બાળકો સહિત ઓછામાં ઓછા 64 લોકો સવાર હતા. આ યાત્રાળુઓ તમિલનાડુના માયલાદુથુરાઈ જિલ્લાના છે.

 

પોલીસે જણાવ્યું કે, તેમાં 62 લોકો ઘાયલ થયા છે જેમાંથી કેટલાક ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર અર્થે પઠાનમઠિટ્ટા અને એરુમલીના અનેક હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ગંભીર રીતે ઘાયલ લોકોને સારી સારવાર અર્થે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.

 

ગત વર્ષે પણ પઠાનમથિટ્ટામાં સબરીમાલા તીર્થયાત્રીઓને લઈ જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં લગભગ 43 લોકો ઘાયલ થયા હતા.

 

(7:09 pm IST)