Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

આ વર્ષે લોંચ થશે આઇફોન ૧૫: યુઝર્સ આતુર

૨૦૨૩ના આ મોડલમાં પાંચ વધારાના ફીચર જોવા માંગે છે ચાહકો

નવી દિલ્‍હી, તા.૨૮: ગત વર્ષે આપણે આઇફોન ૧૪ પ્રો અને આઇફોન ૧૪ પ્રો મેકસમાં મોટા ફેરફારો જોયા. તેમાં ૪૮ મેગા પીકસલનો અપગ્રેડેડ પ્રાઇમરી કેમેરા, ઓલ્‍વેઝ ઓન ડીસ્‍પ્‍લે, હાઇ રીફ્રેશ રેટ અને ફેન્‍સ ડાયનેમીક આઇલેન્‍ડ જેવા ફીચરો હતા પણ સ્‍ટાન્‍ડર્ડ આઇફોન ૧૪ મામૂલી ફેરફારો સાથે મૂકી દેવાયો હતો. ખાસ કરીને સ્‍પેસીફીકેશન વાઇસ તેમાં કંઇ નોંધપાત્ર નહોતુ. એટલે નોન-પ્રો સ્‍ટાન્‍ડર્ડ  મોડલ પર હવે ધ્‍યાન આપવાની જરૂર છે કેમ કે બેઝ મોડલ જ સૌથી વધારે વેચાતા હોય છે.

આપણે જાણીએ છીએ તેમ એપલ મોટા ભાગે સપ્‍ટેમ્‍બરમાં નવા ફોન લોંચ કરે છે. એટલે આ વખતે પણ આઇફોન ૧૫ સીરીઝ ૨૦૨૩ના સપ્‍ટેમ્‍બરમાં આવવાની આશા છે. આગામી આઇફોન ૧૫માં આ પાંચ ફીચર આવશે તો આઇફોન યુઝરોને ગમે.

ડાયનેમીક આઇલેન્‍ડઃ આઇફોન ૧૪ મોડલનું સૌથી મોટુ ફીચર ડાયનેમીક આઇલેન્‍ડ હતુ. કોલ્‍સ, મ્‍યુઝીક કંટ્રોલ્‍સ, નકશો અને અન્‍ય નોટીફીકેશનો ગોળી આકારના કટાઉટમાં બતાવે છે. દરેક વ્‍યકિત તેના વિશે ત્‍યારે વાત કરતી હતી પણ આ ફીચર ફકત આઇફોન ૧૪ના ટોપ મોડલ ૧૪ પ્રો અને ૧૪ પ્રો મેકસમાં જ અપાયા હતા. આ વખતે એપલ આ ફીચર આઇફોન ૧૫ના બધા મોડલમા આપે તેવી યુઝરોની લાગણી છે.

ટાઇપ સી ચાર્જીંગ : બધા આની માંગણી કરી રહ્યા છે જે કદાચ આ વર્ષે પુરી થાય. અત્‍યારના જમાનામાં કોઇ વ્‍યકિત અલગ-અલગ ફોન માટે અલગ ચાર્જર રાખવા નથી ઇચ્‍છતું. આ ૨૦૨૩ છે. જો આઇફોન ૧૫માં યુએલબી સી પોર્ટ આપવામાં આવે તો તે સૌથી મોટો ફેરફાર બનશે.

અપગ્રેડેડ ડીઝાઇન : જો તમે આઇફોન ૧૨, આઇફોન ૧૩ અને આઇફોન ૧૪ પર નજર નાખશો તો તમને તે સરખા જ દેખાશે. ફરક ફકત કેમેરાની જગ્‍યા અને ઉપકરણની સાઇઝનો જ છે. આના કારણે આઇફોન બોરીંગ દેખાવાના શરૂ થઇ ગયા છે. આઇફોન ૧૫ સીરીઝની કોઇકે લીક કરેલ તસ્‍વીરોમાં દેખાય છે કે ડીઝાઇન એવી જ હશે.

ફાસ્‍ટ ચાર્જીંગ સપોર્ટ : એન્‍ડ્રોઇ ફોન ફાસ્‍ટ ચાર્જીંગની લીમીટ આગળને આગળ વધારતા જાય છે. તાજેતરમાં રીઅલ મીએ પોતાનો ૨૪૦ વોટ ચાર્જીંગ વાળો ફોન અને શાઓમીએ ૩૦૦ વોટના ચાર્જરવાળો ફોન બજારમાં મુકયો છે જે ૦ થી ૧૦૦ ટકા થવામાં ફકત પ મીનીટનો જ સમય લાગે છે. જયારે જુના આઇફોન હજુ પણ ૨૦ થી ૨૭ વોટની ચાર્જીંગ સ્‍પીડ ધરાવે છે. એટલે આઇફોન ૧૫ સીરીઝમાં ફાસ્‍ટ ચાર્જીંગ સપોર્ટ ચાહકોને ખરેખર ગમશે.

ફીંગર પ્રીન્‍ટ સ્‍કેનર : અને છેલ્લે આ લીસ્‍ટમાં ફીંગર પ્રીન્‍ટ સેન્‍સ છે. ફેસ અનલોક સીસ્‍ટમ કરતા ફીંગર પ્રીન્‍ટ સ્‍કેનર ખરેખર ઝડપી અને સરળ હોવાથી ચાહકો ઇચ્‍છે છે કે આઇફોન ૧૫ સીરીઝમાં તે હોય

(4:40 pm IST)