Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ખાનગી શાળાના ૮૦૦૦ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમીશન લીધુ

કાશ્‍મીરમાં શિક્ષણ ક્ષેત્રે ઉલ્‍ટી ગંગા

જમ્‍મુ, તા.૨૮: આ ખરેખર ચોંકાવનારા સમાચાર છે કે કાશ્‍મીરમાં શિક્ષણ ક્ષેત્રે ઉલ્‍ટી ગંગા વહી શરી છે. ખાનગી શાળાઓમાં અભ્‍યાસ કરતા લગભગ ૮ હજાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓ સરકારી શાળાઓમાં આવી ગયા છે. જો કે ઘણાને ખાનગી શાળાઓએ લીવીંગ સર્ટીફીકેટ આપવાનો ઇન્‍કાર કરી દીધો છે તેમ છતાં શિક્ષણ વિભાગે તેમને એડમીશન આપવા માટે સંમતી આપી છે.

ખાનગી શાળાઓમાં એડમીશન લેનાર આ વિદ્યાર્થીઓ અંગે જો કે કહેવાઇ રહ્યું છે કે તેઓ ઘણાં કારણોથી આમ કરી રહ્યા છે અને સૌથી મોટું કારણ આર્થિક છે. ખરેખર તો કોરોનાએ કાશ્‍મીરની અર્થવ્‍યવસ્‍થા પર પણ ખરાબ અસર કરી છે અને તેના પરીણામો હવે સામે આવી રહ્યા છે.

જણાવાઇ રહ્યું છે કે જે ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ હવે સરકારી શાળાઓમાં પ્રવેશ માટે અરજી કરી છે તેમાંથી ઘણાંને ખાનગી શાળાઓએ ફી ના ભરવાના કારણે કાઢી મુકાયા હતા અને ઘણાં તો પહેલા જ શાળા છોડી ચૂકયા હતા.

(3:59 pm IST)