Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

આપ સાંસદે રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરાને ટ્‍વિટર પર અભિનંદન આપ્‍યા

સલામત રહે - ખુશ રહે જોડી

નવી દિલ્‍હી, તા.૨૮: બોલિવૂડ એક્‍ટ્રેસ પરિણીતી ચોપરા આ દિવસોમાં પોતાના રિલેશનશિપના સમાચારોને લઈને ચર્ચામાં છે. પરિણીતીનું નામ આમ આદમી પાર્ટી (આપ)ના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને એકબીજા સાથે રિલેશનશિપમાં હોવાના અહેવાલો છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાની ડેટિંગની ચર્ચાઓ વચ્‍ચે હવે આપ સાંસદ સંજીવ અરોરાએ તેમના ટ્‍વિટ દ્વારા તેમના સંબંધોની પુષ્ટિ કરી છે.

પરિણીતી ચોપરાએ અત્‍યાર સુધી રાઘવ ચઢ્ઢા સાથેના સંબંધોના સમાચારો પર મૌન સેવ્‍યું છે. ચાહકો તેની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ આ દરમિયાન, આપ સાંસદ સંજીવ અરોરાએ બંનેને અભિનંદન આપ્‍યા છે અને પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના સંબંધમાં હોવાના સમાચારની પુષ્ટિ કરી છે.

(3:47 pm IST)