Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

આઇપીએલમાં હવે મુકબધિર દર્શકો પણ લઇ શકશે મેદાનના શોરબકોરની મજા

સ્‍ટાર સ્‍પોર્ટસે લોન્‍ચ કર્યુ ખાસ ફીચર

નવી દિલ્‍હીઃ આઇપીએલની ઓફિશિયલ ટેલિવિઝન બ્રૉડકાસ્‍ટર સ્‍ટાર સ્‍પૉર્ટ્‍સે ભારતની સ્‍પૉર્ટ્‍સ બ્રૉડકાસ્‍ટિંગ ઇન્‍ડસ્‍ટ્રીમાં એક નવો અને મોટો ફેરફાર કરવા માટે સબટાઇટલ ફીડ નામની એક નવી સર્વિસ લૉન્‍ચ કરી છે, આ સર્વિસ મૂકબધિર દર્શકો માટે છે. મૂકબધિર દર્શક આઇપીએલની મેચો તો જોઇ શકે છે, પરંતુ મેચની કૉમેન્‍ટ્રી, મેદાનમાં હાજર રહેલા દર્શકોનો શોરબકોર જેવી વસ્‍તુઓનો આનંદ નથી લઇ શકતા. આવામાં દર્શકો માટે સ્‍ટાર સ્‍પૉર્ટ્‍સે સબટાઇટલ ફીડ નામની એક સર્વિસ લૉન્‍ચ કરી છે, આ ટેકનોલૉજી દ્વારા મૂકબધિર દર્શકે લાઇવ મેચ દરમિયાન ટીવી સ્‍ક્રીનના નીચલા ભાગ પર કૉમેન્‍ટ્રીના સબટાઇટલ વાંચી શકેશે.

આ ફિચર દ્વારા મૂકબધિર દર્શકો પણ મેદાનમાં ચાલી રહેલા શોરબકોરને અનુભવ કરી શકશે. આ બેસ્‍ટ ફિચર લૉન્‍ચ કર્યા બાદ સ્‍ટાર સ્‍પૉર્ટ્‍સના પ્રવક્‍તાએ કહ્યું કે, આ નવા ફિચરને લૉન્‍ચ કરવાનો હેતુ દિવ્‍યાંગ - મૂકબધિર દર્શકોને રમતની નજીક લાવવાનો છે અને તેને પણ શોરબકોરનો અનુભવ કરાવવાનો છે.

(3:37 pm IST)