Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

૨૨ મીએ ઓશો આશ્રમ ખાતે ટ્રસ્‍ટીઓના ઇશારે પોલીસે આચરેલી જોહુકમી સહિતના મુદ્દા કોર્ટના ધ્‍યાને મુકાયા

ઓશોની માળા ઝભ્‍ભા ઉેપર પહેરવી કે અંદર (?) તે ઓશોએ વ્‍યકિતગત સ્‍વતંત્રતા ઉપર છોડયું છે : વધુ સુનાવણી તા.૧૧ એપ્રિલે

મુંબઇ, તા., ર૮: ઓશો ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડેશને રર મી માર્ચ ર૦ર૩ના ઓશો આશ્રમ, કોરેગાંવ પાર્ક, પુણેમાં થયેલી એફઆઇઆર સાથે ઓશોની માળા આશ્રમમાં પહેરવા અંગે, પ્રવેશ ફી બાબતે થયેલી હિંસા, આક્રમકતાનો  મુદ્દો કોર્ટ સમક્ષ ઉઠાવ્‍યો છે. આ સંદર્ભે ચીફ જસ્‍ટીસશ્રીએ ટ્રસ્‍ટીઓ દ્વારા બનાવાયેલ નિયમો અને પેટા નિયમોની પ્રમાણીત અને માન્‍ય નકલ રજુ કરવા જણાવ્‍યું છે. જે ચેરીટી કમિશ્નર દ્વારા વિધિવત મંજુર કરવામાં આવી હોય છે.

અનુયાયીઓના સિનીયર વકિલ અનીલ અતુરકરે યોગેશ ઠક્કર (સ્‍વામી પ્રેમગીત)એ  પહેરેલી માળા ચીફ જસ્‍ટીસશ્રીને બતાવી મુદ્દો ઉઠાવ્‍યો કે આ માળા ઝભ્‍ભાની અંદર પહેરવી જોઇએ કે બહાર ?  તે અંગે વિવાદ ચાલી રહયો છે. અમારા (યોગેશ ઠક્કર) વકીલે આ અંગે કોર્ટ સમક્ષ દલીલ રજુ કરી કે, ઓશોની માળા ઝભ્‍ભાની અંદર કે બહાર પહેરવી તે નક્કી કરવાનું ઓશોએ વ્‍યકિતગત સ્‍વતંત્રતા પર છોડયું છે. મુંબઇની હાઇકોર્ટે નિર્દેશો પસાર કર્યા છે કે ઓશો ઇન્‍ટરનેશનલ ફાઉન્‍ડશને ૧૧ મી એપ્રિલે કોર્ટ સમક્ષ માન્‍ય નિયમો અને પેટા નિયમોની નકલ રજુ કરવી. આ મુજબ આ મામલે વધુ સુનાવણી ૧૧ એપ્રિલે થાય તેવી શકયતા છે.

(3:25 pm IST)