Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ટિકટોક સ્‍ટાર દાનિશ અલ્‍ફાઝ પર પત્‍નીએ લગાવ્‍યો બળાત્‍કારનો આરોપ

બળાત્‍કાર, અનનેચરલ સેક્‍સ, દહેજ ઉત્‍પીડન અને છેતરપિંડી જેવા આરોપો : નોંધવામાં આવ્‍યો કેસ

મુંબઇ તા. ૨૮ : મુંબઈના ઓશિવારા પોલીસ સ્‍ટેશનમાં પ્રખ્‍યાત ટિકટોક સ્‍ટાર અને સિંગર દાનિશ અલ્‍ફાઝ વિરૂદ્ધ કેસ નોંધવામાં આવ્‍યો છે. તેની પત્‍નીએ દાનિશ વિરુદ્ધ દહેજ ઉત્‍પીડન અને બળાત્‍કારનો કેસ દાખલ કર્યો છે. મુંબઈ પોલીસે ટિકટોક સ્‍ટાર વિરૂદ્ધ આઈપીસીની કલમ ૩૭૬ અને ૪૯૮ હેઠળ કેસ નોંધ્‍યો છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

દાનિશ અલ્‍ફાઝ વિરૂદ્ધ અનેક ગંભીર આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. મળતી માહિતી મુજબ તેના પર બળાત્‍કાર, અનનેચરલ સેક્‍સ, દહેજ ઉત્‍પીડન અને છેતરપિંડી જેવા આરોપો છે. આવી સ્‍થિતિમાં તેમની સામે આઇપીસી કલમ ૩૭૬ (બળાત્‍કાર), ૩૭૭ (અનનેચરલ સેક્‍સ), ૪૯૮(a) (ગેરકાયદેસર શોષણ અને માગ), ૪૦૬ (છેતરપિંડી) અને ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે. હાલ દાનિશ ફરાર છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

દાનિશ અલ્‍ફાઝ ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી છે. દાનિશને પૂમન પાંડે અને શક્‍તિ કપૂરની ફિલ્‍મ ધ જર્ની ઓફ કર્મા'થી ખ્‍યાતિ મળી હતી. તેમણે આ ફિલ્‍મ માટે એક ગીત ગાયું હતું. દાનિશ ઈન્‍સ્‍ટાગ્રામ પર ખૂબ જ ફેમસ છે. ઇન્‍સ્‍ટાગ્રામ પર તેના ૨ મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. હાલમાં જ તેણે તેનું એક મ્‍યુઝિક આલ્‍બમ રિલીઝ કર્યું હતું, જેમાં બોલિવૂડ એક્‍ટ્રેસ ડેઝી શાહ જોવા મળી હતી. તેણે ગાયક મીકા સિંહ સાથે પણ કામ કર્યું છે. સિંગર તેના અંગત જીવન વિશે ભાગ્‍યે જ વાત કરે છે.

એવું કહેવાય છે કે વર્ષ ૨૦૨૦માં દાનિશ અલ્‍ફાઝ અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇનફલુએન્‍સર સના ઈસ્‍લામ ખાનને મળ્‍યો હતો. બંને મિત્રો બન્‍યાં અને પછી પ્રેમમાં પડ્‍યાં. તેમના સંબંધોની શરૂઆત ઘણી સારી રહી હતી. જોકે, થોડા મહિનાઓ પછી જ તેઓ અલગ થઈ ગયાં હતાં. કહેવાય છે કે બંનેનું બ્રેકઅપ ખૂબ જ ખરાબ રીતે થયું હતું.

તેઓ તેમના કોલેજના દિવસોમાં ખૂબ જ લોકપ્રિય હતા. તેણે સુપર હન્‍ટ ૭ અને વાટિકા પ્રતિભા ફેસ્‍ટ ૨૦૧૪ પણ જીત્‍યો હતો.

(11:58 am IST)