Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

રાહુલ ગાંધીના સંસદ સભ્‍યપદ રદ થવા અંગે અમેરિકાની સાવચેતી ભરી પ્રતિક્રિયા

નવી દિલ્‍હી તા. ૨૮ : રાહુલના સંસદ સભ્‍યપદ જવા અંગે યુએસ વિદેશ ખાતાના ડેપ્‍યુટી પ્રવક્‍તા વેદાંત પટેલે સોમવારે એક પ્રેસ કોન્‍ફરન્‍સમાં કહ્યું કે, ‘રાહુલ ગાંધીની કોર્ટમાં ચાલી રહેલા આ મેટર ઉપર અમેરિકા નજર રાખી રહ્યું છે. કાયદાના શાસન અને ન્‍યાયિક સ્‍વતંત્રતા માટે આદર એ કોઈપણ લોકશાહીના પાયાના પથ્‍થરો છે.' પટેલે કહ્યું, અમે અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતા સહિત લોકતાંત્રિક મૂલ્‍યો પર ભારત સરકાર સાથે અમારી પ્રતિબદ્ધતા શેર કરીએ છીએ. રાહુલ ગાંધીના મુદ્દે સવાલ પૂછવામાં આવતા પટેલે આ જવાબો આપ્‍યા હતા. પટેલે કહ્યું, અમે લોકતાંત્રિક મૂલ્‍યો, માનવ અધિકારોના રક્ષણના મહત્‍વ પર ભાર આપતા રહીશું.'

(11:01 am IST)