Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

કઇ રીતે ભરશો પેન-આધાર લિંક કરવાની ૧૦૦૦ રૂપિયાની ફી ?

નવી દિલ્‍હી,તા. ૨૮ : ૩૧મી માર્ચ સુધી આધાર કાર્ડને પેન કાર્ડ સાથે લિંક કરવા માટે ૧૦૦૦ રૂપિયાની ફી ચૂકવવાનું સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવ્‍યું છે. આ જ અનુસંધાનમાં આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, કોઈપણ વ્‍યક્‍તિએ પેન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે ૧૦૦૦ રૂપિયાની ફી ચૂકવવી ફરજિયાત છે. જો આ બંને દસ્‍તાવેજો ૩૧ માર્ચ સુધીમાં લિંક નહીં થાય તો પેન કાર્ડ નકામું થઈ જશે.

જુલાઈ ૨૦૨૨થી માર્ચ ૨૦૨૩ સુધી, ૧૦૦૦ રૂપિયા સુધીની ફી લાગુ કરવામાં આવી હતી. PAN કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ પણ ૩૧ માર્ચ, ૨૦૨૩ છે. આવકવેરા વિભાગની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર પેન કાર્ડ સાથે આધાર લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરતી વખતે પેન કાર્ડ ધારકે પોર્ટલ પર ઉપલબ્‍ધ ઈ-પે ટેક્‍સ દ્વારા ૧૦૦૦ રૂપિયાની ફી ચૂકવી શકે છે. જોકે, વિવિધ બેંકો માટે ફી ચુકવણીની પ્રક્રિયા અલગ અલગ હોઈ શકે છે. (૨૨.૨)

આ રીતે ભરો પેન-આધાર લિંક કરવાની ૧૦૦૦ રૂપિયાની ફી

 આ રીતે ઈ-પે ટેક્‍સ સાથે જોડાયેલા બેંકોના ગ્રાહકોએ ફી ચૂકવવી જોઈએ-

 સૌથી પહેલા આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાઓ.

 અહીં ક્‍વિક લિંકમાં આધાર લિંક કરવાનો ઓપ્‍શન સિલેક્‍ટ કરો.

 હવે પેન કાર્ડ નંબર, આધાર નંબર અને મોબાઈલ નંબર રજિસ્‍ટર્ડ કરો.

 ત્‍યાર બાદ તમારે OTP નાખવો પડશે અને એના પછી પેમેન્‍ટ મેથડના અલગ અલગ ઓપ્‍શન્‍સ તમારી સામે આવશે.

 ઇ-પે ટેક્‍સ સુવિધા હેઠળ આમાંથી એક વિકલ્‍પ પસંદ કરો અને ચુકવણી કરો.

 જે બેંકો ઈ-પે ટેક્‍સ પેમેન્‍ટ કાર્યક્ષમતા સાથે જોડાયેલી નથી, તેવા ગ્રાહકોએ એક અલગ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

 સૌ પ્રથમ ઈ-ફાઈલિંગ વેબસાઈટ હેઠળ ઈ-પે કાર્યક્ષમતા પર જાઓ.

 NSDL વેબસાઇટની લિંક અહીં આપવામાં આવશે, જેના પર ક્‍લિક કરીને એક્‍સેસ કરી શકાય છે.

 હવે ITNS ૨૮૦ અથવા ચલણ નંબર પર ક્‍લિક કરો અને આગળ વધો.

અહીં લાગુ કર હેઠળ આવકવેરો પસંદ કરો અને રૂ. ૫૦૦ની રસીદ પસંદ કરો.

 તમામ માહિતી આપ્‍યા બાદ તમારૂં પેમેન્‍ટ પૂર્ણ થઈ જશે.

(10:55 am IST)