Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

‘પઠાણ' હિટ થતાં શાહરૂખે ખરીદી ૧૦ કરોડની કાર!

નંબર પ્‍લેટ પર ખાસ નંબર ‘૫૫૫' દેખાય છે

મુંબઇ,તા. ૨૮ : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાને પોતાને એક લક્‍ઝુરિયસ કાર ગિફટ કરી હોવાના અહેવાલ છે. આ એક લગ્‍ઝરી રોલ્‍સ રોયસ કાર છે. શાહરૂખ ખાન Rolls-Royce Cullinan Black Badge સાથે રવિવારે મોડી સાંજે ઘરે પરત ફર્યો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારની કિંમત લગભગ ૧૦ કરોડ રૂપિયા છે. રિપોર્ટ્‍સ અનુસાર, આ કાર હાલમાં દેશમાં વેચાતી સૌથી મોંઘી SUV કાર છે. જયાં તેની શોરૂમની કિંમત લગભગ ૮.૨૦ કરોડ રૂપિયા છે, એક્‍સ્‍ટ્રા ફીચર્સ બાદ તેની કિંમત રૂપિયા ૧૦ કરોડ આસપાસ છે.

શાહરૂખ ખાનની આ કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં નંબર પ્‍લેટ પર ખાસ નંબર ‘૫૫૫' દેખાય છે, આ કાર ‘મન્‍નત' અંદર જતી જોવા મળે છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન પોતાની ૫ કરોડની ઘડિયાળને લઈને પણ ચર્ચામાં રહ્યો છે. ફિલ્‍મ ‘પઠાણ' પ્રમોશન દરમિયાન શાહરૂખ ખાનના હાથમાં બ્‍લુ કલરની ઘડિયાળ જોવા મળી હતી. એવું કહેવાય છે કે શાહરૂખ ખાનની ઘડિયાળ (Audemars Piguet - Royal Oak Perpetual Calendar Watch)ની કિંમત લગભગ રૂપિયા ૪.૯૮ કરોડ આસપાસ છે.

શાહરુખ ખાનની આ ઘડિયાળની વાત કરીએ તો તે સ્‍વિટ્‍ઝર્લેન્‍ડની એક કંપની Audemars Piguetની Royal Oak Perpetual Calendar Watch છે. આ ઘડિયાળની કિંમત ૪.૯૮ કરોડ રુપિયા છે. શાહરુખ ખાનના હાથમાં જોયા પછી આ ઘડિયાળની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. અને ઘણાં ફેશન બ્‍લોગરે તેનો ઉલ્લેખ કર્યો છે. ઉલ્લેખનીય છે કે શાહરુખ ખાનને મોંઘી ઘડિયાળનો શોખ છે.

શાહરુખ ખાન વિદેશથી હંમેશાં ઘડિયાળ ખરીદીને આવે છે. નોંધનીય છે કે એક વાર અનુષ્‍કા શર્માને જયારે પૂછવામાં આવ્‍યુ હતું કે જો તેને શાહરુખ ખાનના ઘરેથી કોઈ વસ્‍તુ ચોરવાની તક મળે અથવા તો લેવાની તક મળે તો તે શું લેવાનું પસંદ કરશે? ત્‍યારે અનુષ્‍કા શર્માએ પણ કહ્યુ હતું કે, હું શાહરુખની ઘડિયાળ લઈ લઈશ. અનુષ્‍કાને ખબર હશે કે શાહરુખ ખાન પાસે કેટલુ મોટું કલેક્‍શન હશે.

(10:57 am IST)