Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ગાયના ગોબરથી બનેલા આ હનુમાનજીના દર્શન કર્યા

રાજસ્‍થાનના જયપુરમાં હનુમાનજીની એક ૩૫ ફૂટ ઉંચી મૂર્તિ બનાવવામાં આવી છે

જયપુર,તા. ૨૮: ગાયના ગોબરથી આમ તો ઘણી સામગ્રી બને છે. ગાય હિન્‍દુધર્મમાં પવિત્ર માનવામાં આવે છે અને આથી ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ પણ પવિત્ર માનવામાં આવે છે. આ ગોબરના ઉપયોગથી રાજસ્‍થાનના જયપુરમાં હનુમાનજીની એક ૩૫ ફૂટ ઊંચી મૂર્તિ બનાવવામાં આવી છે. આ મૂર્તિને લક્ષ્મનારાયણ ધામમાં સ્‍થાપિત કરવામાં આવી છે. સંકટ મોચન ગોબરીયા હુનમાનને નામે ઓળખાતા આ હનુમાનજીના ૨૦ ફીટ લાંબા અને ૨૦ ફીટ પહોળા ગર્ભગૃહને પણ ગોબરના લેપથી બનાવાવમાં આવ્‍યુ છે. આ મૂર્તિને બનાવવા માટે ૨૩,૦૦૦ ગોબરની ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. દોઢ વર્ષ આ મૂર્તિને બનાવવામાં લાગ્‍યા હતા. સાત કારીગરોની મહેનત અને રૂ. ૧૭ લાખ આ મૂર્તિ બનાવવા લાગ્‍યા હતા. અહીં મહાલક્ષ્મી અને ગણેશજીની પણ ગોબરની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવી છે.

હવે જયારે જયપુર જાઓ ત્‍યારે ગોબરીયા હનુમાનના દર્શન ચોક્કસ કરજો. આમ પણ પિંક સિટી તરીકે જાણીતા જયપુર અને રાજસ્‍થાનમાં પર્યટનના ઘણા સ્‍થળો છે. નાથદ્વારા જેવા ધાર્મિક સ્‍થળો, ઉપરાંત મહેલો, તળાવ,કિલ્લાઅને રણ પ્રદેશ અહીં છે. તો જયારે પણ રાજસ્‍થાનની ટૂર પર જાઓ ત્‍યારે ગોબરીયા હુનમાનજીના દર્શન કરવાનું ચૂકશો નહીં

(10:40 am IST)