Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ક્રિヘયિન સ્‍કૂલમાં અંધાધૂંધ ગોળીબારમાં ૩ બાળકો સહિત ૭નાં મોતઃ હુમલાખોર પણ ઠાર

અમેરિકામાં ફરી ફાયરિંગઃ ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી

ન્‍યુયોર્ક,તા. ૨૮ : અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આવી જ એક ઘટનામાં ૩ બાળકો સહિત ૭ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત પણ થયા છે. અંધાધૂધ ફાયરિંગની આ ઘટના અમેરિકાના ટેનેસી રાજયના નેશવિલેમાં એક ક્રિશ્ચિયન સ્‍કૂલની અંદર બની છે.

આ ઘટનાને ૨૮ વર્ષની યુવતીએ અંજામ આપ્‍યો છે. પોલીસે ફાયરિંગ કરનાર યુવતીને ઠાર મારી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફાયરિંગ બાદ બાળકોને સ્‍થાનિક વેન્‍ડરબિલ્‍ટની મોનરો કેરેલ જુનિયર ચિલ્‍ડ્રન્‍સ હોસ્‍પિટલમાં મોકલવામાં આવ્‍યા હતા.

હોસ્‍પિટલના પ્રવક્‍તા જહોન હાઉસરે જણાવ્‍યું કે, હોસ્‍પિટલ પહોંચતાની સાથે જ ડોક્‍ટરોએ ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા. આ સિવાય વધુ ૪ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ જે સ્‍કૂલમાં ફાયરિંગની ઘટના બની તેમાં કુલ ૨૦૦ બાળકો અભ્‍યાસ કરે છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, હુમલાખોર યુવતીએ સાઈડના દરવાજાથી બિલ્‍ડિંગમાં પ્રવેશ કર્યો હતો. હુમલો કર્યા બાદ તે સ્‍કૂલના બીજા માળે પહોં

આ ઘટના બાદ રાષ્ટ્રપતિ જો બાઈડને હુમલાના હથિયારો પર પ્રતિબંધ મૂકવા બેઠક બોલાવી છે. બાઈડને કહ્યું કે, અમે આ સ્‍થિતિ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છીએ. બંદૂકની હિંસાને રોકવા માટે વધુ પગલાઓ ભરવા પડશે. આવી ઘટનાઓ દેશની આત્‍માને ચીરી રહી છે. આ દરમિયાન રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ ઘટનામાં શૂટર પાસે એક પિસ્‍તોલ અને બે AK-47 હથિયારો મળી આવ્‍યા છે.

ફાયરિંગની ૫ ચોંકાવનારી ઘટનાઓ

(૧) ૧૮ જુલાઈએ અમેરિકાના ઈન્‍ડિયાનામાં ગ્રીનવુડ પાર્ક મોલમાં ફાયરિંગની ઘટના બની હતી. અંધાધૂધ ગોળીબાર દરમિયાન ૧૦ લોકોને ગોળી વાગી હતી. જેમાંથી ૩ના મોત થયા હતા.

(૨) ૧૧ જુલાઈના રોજ કેલિફોર્નિયાના દક્ષિણ ભાગમાં હાઉસ પાર્ટી દરમિયાન હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક મહિલા સહિત ૫ લોકોને ગોળી વાગી હતી, જેમાંથી ૩ લોકોએ જીવ ગુમાવ્‍યો હતો.

(૩) ૪ જુલાઈના રોજ અમેરિકામાં ૨૪૬મો સ્‍વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન શિકાગો, ઇલિનોઇસના હાઇલેન્‍ડ પાર્કમાં પરેડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અહીં અચાનક ગોળીબાર શરૂ થયો, જેમાં ૬ લોકોના મોત થયા. બીજા જ દિવસે, ૫ જુલાઈએ ઇન્‍ડિયાનાના બ્રેઇન્‍ડિયાના ગેરી વિસ્‍તારમાં ફાયરિંગને કારણે ૩ લોકોએ જીવ ગુમાવ્‍યો.

(૪) ૧ જૂનના રોજ ઓક્‍લાહોમાના ટુલસામાં એક શખ્‍સે હોસ્‍પિટલની બિલ્‍ડિંગમાં ઘૂસીને ફાયરિંગ કર્યું. આ ઘટનામાં ૪ લોકોના મોત થયા હતા. હુમલો કર્યા બાદ હુમલાખોરે આત્‍મહત્‍યા પણ કરી લીધી હતી.

(૫) સૌથી વધારે ખતરનાક ઘટના ૧૫ મેના રોજ અમેરિકાના ટેક્‍સાસમાં સામે આવી હતી. જયારે ઉવાલ્‍ડે શહેરમાં ૧૮ વર્ષના યુવકે સ્‍કૂલમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું, જેમાં ૧૯ વિદ્યાર્થીઓ સહિત ૨૩ લોકોના મોત થયા હતા. આ હુમલામાં ૩ શિક્ષકોએ પણ જીવ ગુમાવ્‍યો હતો.

(11:28 am IST)