Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ભારતીય મૂળની મહિલા અમેરિકામાં આસિસ્‍ટન્‍ટ ચીફ ઓફ પોલીસના પદ ઉપર પહોંચી

નવી દિલ્‍હી, તા.૨૮: ભારતીય મૂળની શીખ મહિલા ઓફિસર લેફ્‌ટ. મનમીત કોલોને યુએસના કનેક્‍ટિકટમાં આસિ. ચીફ ઓફ પોલીસ તરીકે ચાર્જ સંભાળ્‍યો છે. આ વિભાગની  સહાયક વડા બનનાર એશિયન મૂળની પ્રથમ મહિલા બની છે. 

કોલન છેલ્લા ૧૫ વર્ષથી ન્‍યૂ હેવન પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. તેમણે શુક્રવારે એક સમારોહમાં શહેરના બીજા મદદનીશ પોલીસ વડા તરીકે શપથ લીધા હતા. કોલન ૧૧ વર્ષની ઉંમરે તેના પરિવાર સાથે યુએસ આવી હતી.

(10:35 am IST)