Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ઓનલાઇન શોપિંગમાં નાના શહેરોએ મહાનગરોને પછાડયા

IIMનો સર્વેઃ ૯૦ ટકાએ ૧૦,૦૦૦ રૂપિયાથી ઓછાનું શોપિંગ કર્યુ : નાના શહેરોમાં ઓનલાઇન શોપિંગ પર ૭૭ ટકા વધુ ખર્ચ : મહિલાઓમાં કરતા પુરૂષોએ ૩૬% વધુ ખર્ચ કર્યો : મહિલાઓએ કપડા-ફેશન તો પૂરૂષોએ ઇલેકટ્રોનિક પ્રોડકટ ખરીદી : ૩૩ ટકા ગ્રાહકો દર ૨-૩ દિવસે શોપિંગ પોર્ટલ ખોલે છે : મેટ્રો શહેરો કરતાં રાજકોટ-અમદાવાદ-સુરતે ૬૦% વધુ ખરીદી કરી

નવી દિલ્‍હી, તા.૨૮: નાના શહેરોના લોકોએ મોટા મહાનગરોની સરખામણીમાં ઓનલાઇન શોપીંગ પર ખરીદીમાં ૭૭ ટકા વધારે ખર્ચ કર્યો છે. લગભગ એક તૃત્‍યાંશ લોકો દર બીજા અથવા ત્રીજા દિવસે ઓનલાઇન રીટેઇલ પ્‍લેટફોર્મ પર સમય વિતાવી રહ્યા છે. નાના શહેરોમાં ટાયર ૨ થી ૪ના લોકો, જયારે મહાનગરોમાં ટાયર ૧ના લોકો આમાં સામેલ છે. આ તથ્‍યો, આઇઆઇએમ અમદાવાદ તરફથી સોમવારે જાહેર કરાયેલ ડીજીટલ રીટેઇલ પ્‍લેટકફોર્મ્‍સ એન્‍ડ કન્‍ઝયુમર ઇમોશનઃ એન ઇન્‍ડીયન પર્સપેકટીવ સર્વે રીપોર્ટમાં સામેલ આવ્‍યા છે. આ સર્વે મે થી સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ દરમ્‍યાન કરાયો હતો.

આઇઆઇએમના સેન્‍ટર ફોર ડીજીટલ ટ્રાન્‍સફોર્મેશન (સીડીટ)ના અધ્‍યક્ષ પ્રો.પંકજ સેતીયા, ઇન્‍ફોર્મેશન સીસ્‍ટમના સહાયક પ્રોફેસર સ્‍વાનંદ દેવધર અને સીડીટીના રિસર્ચ મેનેજર ઉજ્જવલ દધિચી દ્વારા તૈયાર કરાયેલ. આ સર્વે રિપોર્ટમાં સામે આવ્‍યુ છે કે ગ્રાહક ઓનલાઇન ઉત્‍પાદનમાં સરેરાશ ૩૪-૨૫ મીનીટનો સમય લગાવે છે. ૭૨ ટકા ગ્રાહકોએ ઓનલાઇન ખરીદીની શરૂઆત ગત એકથી ત્રણ વર્ષ દરમ્‍યાન કરી છે જે દર્શાવે છે કે કોરોના મહામારી પછી ઓનલાઇન ખરીદી પ્રત્‍યે લોકોનો ઝુકાવ વધ્‍યો છે.

૯૦ ટકા ગ્રાહકોએ પોતાની છેલ્લી ઓનલાઇન શોપીંગ પર ૧૦ હજાર રૂપિયાથી ઓછો ખર્ચ કર્યો છે. મહિલાઓની તુલનામાં પુરૂષોએ ઓનલાઇન શોપીંગ પર ૩૬ ટકા વધારે ખર્ચ કર્યો છ.ે ઓનલાઇન શોપીંગ પર સૌથી વધુ ખર્ચ કરનારા ગ્રાહકો ૩૫ વર્ષથી વધારે વયજૂથના છે. તેમણે ૧૦ હજાર રૂપિયાથી પણ વધારે ખર્ચ કર્યા હતા. જયારે ૫૦ વર્ષથી વધારે ઉંમરના લોકોએ ૧૫૦૦ રૂપિયા ખર્ચ્‍યા છે. આ દર્શાવે છે કે બુઝર્ગ ગ્રાહકો પણ ઓનલાઇન ખરીદી પસંદ કરી રહ્યા છે.

સર્વેમાં સામે આવ્‍યુ છે કે મહિલાઓ ઓનલાઇન ખરીદીમાં ઉત્‍પાદનના ડીલીવરી ટાઇમ અને રિટર્ન પોલીસ પર વધારે ધ્‍યાન આપે છે જયારે પુરૂષો ઉત્‍પાદનની ગુણવત્તા, ઇએમઆઇ વિકલ્‍પ અને ઓનલાઇન ભલામણો પર વધારે ધ્‍યાન આપે છે. ૩૫ વર્ષના ગ્રાહકો ખરીદી પહેલા ઘણી વેબસાઇટો પર ઉત્‍પાદન સંબંધી માહિતી લે છે, તેની ભલામણો વાંચે છે અને પછી ખરીદી કરે છે જયારે ૬૦ વર્ષથી ઉપરના ગ્રાહકો એક જ પ્‍લેટફોર્મ પરથી એક જ વારમાં ખરીદી કરી લે છે.

IM અમદાવાદ (IIM-A) દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણ દર્શાવે છે કે અમદાવાદ સહિત ટાયર-૨ શહેરો હવે મુંબઈ, દિલ્‍હી વગેરે જેવા મહાનગરો કરતાં ઓનલાઈન ખરીદી દીઠ મોટા ખર્ચ કરનારા છે. આવા શહેરોના ઈ-શોપર્સે તેમના મેટ્રો સમકક્ષ અથવા ટાયર-૧ શહેરો કરતાં લગભગ ૬૦્રુ વધુ ખર્ચ કર્યો છે.

રાષ્‍ટ્રવ્‍યાપી સર્વેક્ષણમાં ગુજરાતના અન્‍ય ટાયર II, III અને IV શહેરો જેમ કે સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને વલસાડનો સમાવેશ કરવામાં આવ્‍યો હતો. સંશોધકોએ જણાવ્‍યું હતું કે સર્વેના એકંદર તારણો ગુજરાતના શહેરો સાથે પડઘો પાડે છે.

રિસર્ચ મેનેજર (CDT) ઉજ્જવલ દધીચ સાથે પ્રોફેસર પંકજ સેટિયા અને સ્‍વાનંદ દેવધર દ્વારા ડિજિટલ રિટેલ પ્‍લેટફોર્મ્‍સ એન્‍ડ કન્‍ઝ્‍યુમર ઈમોશન્‍સઃ એન ઈન્‍ડિયન પર્સપેક્‍ટિવ સર્વેના તારણો સોમવારે બી-સ્‍કૂલ દ્વારા બહાર પાડવામાં આવ્‍યા હતા. આ સર્વેમાં ઓનલાઈન ખર્ચ, ઓનલાઈન શોપિંગ પોર્ટલ પર વિતાવેલો સમય, ખરીદીની પ્રકળતિ અને લિંગ અને ઉંમર જેવા પરિબળોની ખાતરી કરવામાં આવી હતી.

સંશોધકોએ જણાવ્‍યું હતું કે સર્વેમાં ગ્રાહકોના છેલ્લા ઓનલાઈન શોપિંગ ટ્રાન્‍ઝેક્‍શનના ઓર્ડર મૂલ્‍યની વિગતો નોંધવામાં આવી હતી. આ મેટ્રિક દ્વારા, એવું અવલોકન કરવામાં આવ્‍યું છે કે ટાયર ૨ શહેરોના ગ્રાહકો દ્વારા સરેરાશ છેલ્લા ટ્રાન્‍ઝેક્‍શનનો ખર્ચ ટાયર ૧ શહેરો કરતાં ૬૦% વધી ગયો છે, તેમણે કહ્યું.

સંશોધકોએ જણાવ્‍યું હતું કે રૂ. ૧૦,૦૦૦ એ તેમના છેલ્લા વ્‍યવહારોમાં ખર્ચવામાં આવેલા ૩૫ વર્ષથી નીચેના ગ્રાહકોમાં સૌથી વધુ છે. છેલ્લા ટ્રાન્‍ઝેક્‍શનનો સરેરાશ ખર્ચ ૫૦ વર્ષથી વધુના ગ્રાહકો માટે સૌથી વધુ છે.

અમે એ પણ શોધી કાઢયું છે કે, ૩૫ વર્ષ સુધીની વય જૂથના ગ્રાહકો માટે, ૫૦% થી વધુ લોકોએ તેમના છેલ્લા વ્‍યવહારમાં ફેશન અને કપડાંની પ્રોડક્‍ટ્‍સ ખરીદી છે,ૅ સંશોધકોએ જણાવ્‍યું હતું.

છેલ્લા ત્રણ વર્ષમાં ઓનલાઈન શોપિંગમાં વધારો થયો છે, કોવિડ રોગચાળા સાથે સુસંગત છે જ્‍યાં કામથી લઈને શિક્ષણ સુધી બધું જ ઓનલાઈન થઈ ગયું છે. અમારું સર્વે સૂચવે છે કે બે તળતીયાંશ કરતાં વધુ ઉત્તરદાતાઓએ છેલ્લા ત્રણ વર્ષમાં ઓનલાઈન શોપિંગ શરૂ કર્યું છે.

(10:31 am IST)