Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

અકાલ તખ્તનું સરકારને અલ્ટીમેટમ, કહ્યું- અમૃતપાલ કેસમાં ધરપકડ કરાયેલા યુવકો નિર્દોષ છે, ૨૪ કલાકમાં છોડી મૂકવામાં આવે

ભારત સરકાર શીખોને અલગતાવાદી કહેવાની રમત બંધ કરે: પંજાબમાં લાગુ કરાયેલા કાળા કાયદા તાત્કાલિક દૂર કરો: અકાલ તખ્ત સાહિબના નેતૃત્વમાં અમૃત સંચાર આંદોલન શરૂ થશે*

અકાલ તખ્ત સાહિબના જથેદાર ગિયાની હરપ્રીત સિંહે સોમવારે અમૃતપાલ સિંહ અને તેના સાથીઓની ધરપકડને લઈને અમૃતસરમાં શીખ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

 

 આ દરમિયાન અમૃતપાલ સિંહ કેસમાં ધરપકડ કરાયેલા યુવકોને નિર્દોષ ગણાવી તેમણે સરકારને ૨૪ કલાકમાં મુક્ત કરવા અલ્ટીમેટમ આપ્યું છે.

 

તેમણે કેન્દ્ર સરકારને શીખોને અલગતાવાદી કહેવાની 'ગેમ' બંધ કરવા કહ્યું છે.

 

પોતાના સંબોધનમાં તેમણે અકાલ તખ્ત સાહિબના નેતૃત્વમાં 'અમૃત સંચાર' નામનું આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે.  આ આંદોલન ડ્રગ્સ અને અધોગતિગ્રસ્ત જીવનશૈલી વિરુદ્ધ હશે.

 

આજના વક્તવ્યમાં જથેદાર ગિયાની હરપ્રીત સિંહે ઘણી વાતો કહી.  તેમણે કીધુ:

 

પકડાયેલા યુવકો નિર્દોષ છે અને હું તેમની સાથે ૧૦૦ ટકા છું. 

 

અમારા યુવકોને ૨૪ કલાકમાં છોડી દેવા જોઈએ. 

 

ભારત સરકારે શીખોને અલગતાવાદી કહેવાની રમત બંધ કરવી જોઈએ.

 

પંજાબમાં લાગુ કરાયેલા 'કાળા કાયદા'ને તાત્કાલિક દૂર કરવા જોઈએ.

 

બૈસાખી નિમિત્તે નગર કીર્તન દ્વારા અમે અમારી વાત રાખીશું.

 

શીખ રજવાડાઓ અને મહારાજા રણજીત સિંહના પ્રતીકનો પ્રચાર કરવો.

 

તે જ સમયે, આ બેઠક પછી શિરોમણી ગુરુદ્વારા પ્રબંધન સમિતિના પ્રમુખ હરજિંદર સિંહ ધામી અને અન્ય નેતાઓએ મીડિયાને કહ્યું કે શીખ સંગઠનોએ સાથે મળીને ઘણી બાબતો નક્કી કરી છે. જેમાં નીચેની બાબતો મુખ્ય છે.

 

ધરપકડ કરાયેલા નિર્દોષ યુવાનોને મુક્ત કરવા સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.

 

જો અમૃતપાલ સિંહ પોલીસ પાસે છે તો પંજાબ સરકારે સ્પષ્ટ કરવું જોઈએ.

 

જો અમૃતપાલ સિંહ પોલીસ પાસે નથી તો આ વાત પણ સાફ થવી જોઈએ.

 

ધરપકડ કરાયેલા તમામ યુવકોને મફત કાનૂની સહાય પૂરી પાડવા માટે વકીલોની એક પેનલ બનાવવામાં આવશે.

 

જો કોઈએ વકીલ રાખ્યો હોય, તો એસજીપીસી તેની ફી ચૂકવશે.

 

યુવાનો પર લાદવામાં આવેલા એનએસએ ને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે

(11:26 pm IST)