Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

પૃથ્વી પર મોટો ખતરો

બ્લેક હોલ સતત ખતરનાક રેડિયેશન મોકલી રહ્યો છે

નવી દિલ્હીઃબ્લેક હોલ એક એવી અવસ્થા છે કે જેમાં તારાઓ પોતાની જીવનલીલા પુરી કરી અંતરિક્ષમાં અંતરધ્યાન થઈ જાય છે.  બ્લેક હોલમાં ગુરુત્વાર્ષણ વધારે પ્રમાણમાં હોય છે. આ એક એવી જગ્યા છે જ્યા ફિઝિક્સનો કોઈ નિયમ કામ નથી કરતો. ખેંચાણથી કાંઈ પણ થઈ શકે છે. પ્રકાશ પણ એકવાર અંદર જઈ બહાર આવી જાય છે. ખગોળકીય કલ્પના રુપ કોઈ પણ તેની સામે જવાવાળા તેના કાળનો કોળીયો બની તેમા સમાઈ જાય છે. પછી તે ક્યારેય તેની અવસ્થામાં આવી શકતો નથી. 

 

વૈજ્ઞાનિકોના મંતવ્ય પ્રમાણે આ સુપરમેસિવ  બ્લેક હોલ પૃથ્વીની નજીક આવી ગયો છે. પૃથ્વીની સામે જોઈ રહેલા આ બ્લેક હોલ આપણા ગ્રહો પર ખૂબ ખતરનાક રેડિયેશન મોકલી રહ્યો છે. આવુ કેટલાક અંતરિક્ષ યાત્રિકોનું માનવુ છે. જોકે આ હજુ સ્પષ્ટ નથી થયુ કે આ બ્લેક હોલ આપણી આકાશગંગાને કઈ રીતે પ્રભાવિત કરી શકે. 

 

હાલમાં આંતરરાષ્ટ્રિય ખગોળશાસ્ત્રીઓની ટીમ એક તારમંડળની ફરી તપાસ કરી છે. આ તારામંડળમાં કેન્દ્રમાં એક સુપરમેસિકવ બ્લેક હોલ હોલ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે તેણે પોતાની દિશા બદલી છે. ચિંતાની વાત એ છે કે હવે તેનું મોઢુ પૃથ્વી તરફ છે. અને તે સતત પૃથ્વીને ઘુરી રહ્યો છે.  PBC J2333.9-2343 નામનું આ તારામંડળ પૃથ્વીથી 65.7 મિલિયન પ્રકાશ વર્ષ દુર છે.

(10:09 pm IST)