Gujarati News

Gujarati News

News of Tuesday, 28th March 2023

ઘાસચારા કૌભાંડ મુદ્દે લાલુ યાદવને મોટી રાહત:સુપ્રીમનો જામીનને પડકારતી CBIની અરજી પર નોટિસનો ઇનકાર

નવી દિલ્હીઃઘાસચારા કૌભાંડ હેઠળ ડોરન્ડા ટ્રેઝરી મામલે લાલુ પ્રસાદ યાદવને સુપ્રીમ કોર્ટે રાહત આપી છે. રાષ્ટ્રીય જનતા દળના લાલુ પ્રસાદ યાદવને જામીન અપાયા બાદ જામીનને પડકારતી સીબીઆઈની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરવાનો ઇન્કર કરી દીધો છે. એટલુ જ નહી આ મુદાને પેન્ડિંગ યાદીમાં મૂક્યો હતો. મહત્વનું છે કે ઘાસચાર કોભાંડમાં સંડોવણી બાદ લાલુ યાદવને પાંચ વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી.

 

કેસની સુનાવણી બાદ ન્યાયમૂર્તિ અજય રસ્તોગી અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે જણાવ્યું હતું તેઓ નોટિસ જારી નથી કરી રહ્યા પરંતુ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી પેન્ડિંગ અપીલ સાથે આ બાબતને જોડી રહી છે. એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ અને એડવોકેટ રજત નાયરેની માંગ બાદ બેન્ચે કહ્યું હતું કે તે આ મામલાની એકસાથે સુનાવણી કરશે અને નોટિસ ઈશ્યૂ કરવા ઈચ્છુક નથી. મહત્વનું છે કે સીબીઆઈએ તેની અરજીમાં લાલુ યાદવને જામીન આપવાના ઝારખંડ હાઈકોર્ટના 22 એપ્રિલ, 2022ના આદેશને પડકાર્યો હતો. 

 

બિહારના પૂવ મુખ્યમંત્રી લાલુને ઘાસ ચારા કૌભાંડ મામલે ડોરાન્ડા ટ્રેઝરીમાંથી રૂ. 139 કરોડથી વધુની ઉચાપતના કેસમાં રાંચીની સીબીઆઈ કોર્ટે પાંચ વર્ષની જેલ અને રૂ. 60 લાખના દંડની સજા ફટકારી હતી. કોર્ટે ગત વર્ષે 15 ફેબ્રુઆરીએ ચારા કૌભાંડ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. બાદમાં 74 વર્ષીય લાલુ યાદવ દોષિત જાહેર થયા બાદ ખરાબ તબિયતના કારણે હાલમાં જામીન પર બહાર છે.

(12:00 am IST)