Gujarati News

Gujarati News

News of Sunday, 28th February 2021

હરિયાણાની આકાંક્ષા અરોરા યુ.એસ. માં યુએન સેક્રેટરી જનરલના પદની રેસમાં : હરીફ ગુટરસને ટક્કર આપશે

નવી દિલ્હી : ભારતીયો અને ભારતીય મૂળના લોકોનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશમાં ટોચના સ્થાન પર ભારતીય મૂળના લોકો પ્રતિનિધિત્વ કરી રહ્યાછે, ત્યારે વધુ એક ભારતીય મુલની દીકરી દુનિયામાં પોતાનો ડંકો વગાડવા જી રહી છે. કોરોના કાળમાં ઘર-ઘરના જાણીતું બનેલું યુંનૈતેદ નેશન્સના જનરલ સેક્રેટરી પદ માટે એક ભારતીય દીકરીએ દાવેદારી નોધાવી છે.

હરિયાણામાં જન્મેલી અને હવે યુ.એસ. માં રહેતી આકાંક્ષા અરોરા યુએન સેક્રેટરી જનરલના પદની રેસમાં છે. તે સંયુક્ત રાષ્ટ્રના સચિવ જનરલ એન્ટોનિયો ગુટેરેસને પડકારશે. 34 વર્ષીય આકાંક્ષા યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) માં ઓડિટ કો-ઓર્ડીનેટર છે.

જ્યારે આકાંક્ષા છ વર્ષની હતી ત્યારે તેનો પરિવાર સાઉદી અરેબિયા ગયો હતો. ત્યારબાદ તેણીએ કેનેડાના ટોરન્ટોની યોર્ક યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ અકાંક્ષાએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી. આકાંક્ષા પાસે ઓવરસીઝ સિટીઝન શિપ કાર્ડ (OCI) અને કેનેડાના પાસપોર્ટ છે. યુ.એસ. અથવા અન્ય દેશો તરફથી ટેકો મળશે કે નહીં તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે પોતે પણ હજી સુધી કોઈ દેશના સમર્થનની અપીલ કરી નથી.

યુકેના સેક્રેટરી જનરલ પદના દાવાને લઈને આકાંક્ષાએ ઝુંબેશ અને સોશિયલ મીડિયામાં એક અભિયાન શરૂ કર્યું છે. તેને ટ્વિટર પર ‘UNOW‘ નામ આપવામાં આવ્યું છે. આકાંક્ષાએ પણ તેના હરીફ ગુટરસ પર મૌખિક હુમલો શરૂ કરી દીધો છે. તેમણે કહ્યું કે ગુટરસ આ વિશ્વની સંસ્થામાં સુધારો લાવવામાં નિષ્ફળ ગયો છે.

(3:13 pm IST)