Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

દેશના સુપ્રસિદ્ધ મહિલા ઍથ્લીટ પી. ટી. ઉષા ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશનનાં પ્રમુખ બન્યા

આજે ભારતનાં ખ્યાતનામ મહિલા ઍથ્લીટ પી. ટી. ઉષા ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશનનાં પ્રમુખ ચૂંટાઈ આવ્યાં હતાં. કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજિજુએ તેમને અભિનંદન પાઠવતું ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું હતું કે, "ગોલ્ડન ગર્લ શ્રીમતી પી. ટી. ઉષાને ઇન્ડિયન ઑલિમ્પિક ઍસોસિયેશનનાં (આઈઓએ) પ્રમુખ ચૂંટાવા બદલ અભિનંદન. તેમજ આઇઓએના ઑફિસ બેરર બનનાર તમામ રમતવીરોને અભિનંદન. રાષ્ટ્રને તેમના પર ગૌરવ છે."

(9:44 pm IST)