Gujarati News

Gujarati News

News of Sunday, 27th November 2022

સામાન્ય જીવનની પાપા પગલી ભરતો હતો ત્યારે જ આદિવાસી સમાજમાં કામ કરવાનો મોકો મળ્યો, આટલી મોટી સંખ્યામાં લોકો આર્શીવાદ આપવા માટે આવ્યા આ વિકાસનો સંકલ્પ બતાવે છે: ભરૂચ જિલ્લાના નેત્રજમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

એક અવાજે બધે એક જ વાત સાંભળી સંકલ્પ પત્ર એટલો બધો સ્પષ્ટ છે એટલો બધો સર્વસ્પર્શી છે કે, હવે ભાજપની સીટો પહેલાં કરતા પણ વધી જશે.-મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીમાં બેઠેલો મોદી પણ ભૂપેન્દ્રની સરકાર માટે પૂરી તાકાત લગાવશે: વડાપ્રધાન મોદી

ભરૂચ: બસ માત્ર ચાર જ દિવસ બાદ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. દરેક રાજકીય પાર્ટીઓ જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળવાનો છે. ત્યારે ભાજપના પ્રચારની કમાન ખુબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે. પીએમ મોદી પ્રથમ તબક્કા માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેક રેલીઓ સંબોધિત કરી ચુક્યા છે. ત્યારે આજે રવિવારે વડાપ્રધાન મોદી ત્રણ રેલીઓ સંબોધવાના છે. જેમાં સૌથી પહેલી સભા તેમણે ભરૂચના નેત્રંગમાં સંભોધી હતી.

ભરૂચ જિલ્લાના નેત્રજમાં સભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે સામાન્ય જીવનની પાપા પગલી ભરતો હતો ત્યારે જ આદિવાસી સમાજમાં કામ કરવાનો મોકો મળ્યો

-એમાંથી જે શિખવા મળ્યુ છે એ તમારી વચ્ચે આવુ ત્યારે આનંદ વધી જાય છે

-આટલી મોટી સંખ્યામાં લોકો આર્શીવાદ આપવા માટે આવ્યા આ વિકાસનો સંકલ્પ બતાવે છે

-ભાજપના કાર્યકર્તાઓ ભાગ્યવાન છે કે અમને વિજય બનાવવા માટે તમે મેદાને ઉતર્યા છે

-આ ચૂંટણી ગુજરાતના ભાઇ-બહેનો લડી રહ્યા છે.

- જે રીતે ગુજરાત ભાજપની ટીમે જે રીતે સંકલ્પ પત્ર જાહેર કર્યો તેના માટે અભિનંદન આપુ છુ

- ગુજરાતની અર્થવ્યવ્યથાને આગળ વધારવા માટે બાળકથી લઇને વૃદ્ધ સુધી તમામની ચિંતા કરી છે.

- એક અવાજે બધે એક જ વાત સાંભળી સંકલ્પ પત્ર એટલો બધો સ્પષ્ટ છે એટલો બધો સર્વસ્પર્શી છે કે, હવે ભાજપની સીટો પહેલાં કરતા પણ વધી જશે.-મને પૂરો વિશ્વાસ છે કે દિલ્હીમાં બેઠેલો મોદી પણ ભૂપેન્દ્રની સરકાર માટે પૂરી તાકાત લગાવશે

- 2001માં મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાતમાં દિકરીના ભણતરની સ્થિતિ ચિંતાજનક હતી

- દિકરીઓ ભણવા લઇ જવી એના માટે મે ભિક્ષા માંગી હતી

-સૌથી પહેલા હું અહીંયા આવ્યો હતો. મને ભિક્ષા આપો,દિકરીઓને ભણાવવી છે

-આજે એનુ પરિણામ આવ્યુ કે આજે ગુજરાતમાં દિકરીઓ ભણવા માંડી

-20 વર્ષ પહેલા ગુજરાતમાં શાળાએ દાખલ તો થાય પરંતુ ચોથા ધોરણ આવતા દિકરી ઘરે પાછી જતી રહેતી

-આજે ગુજરાતની દિકરીઓ હિન્દુસ્તાનની અંદર નામ કમાઇ રહી છે.

-આજે ઉંમરગામથી અંબાજીના આદિવાસી પટ્ટામાં 10 હજાર જેટલી સ્કૂલો છે.

-તમારા સપના સાકાર કરવાનો પાયો મજબૂત કરતા ગયા

- આઝાદીના આટલા વર્ષો ગયા,ગુલામી ગઇ પરંતુ ગુલામી ગઇ તેનો લાભ ગામડાના લોકોને કેમ ન મળે

-તમારે ડોક્ટર કે એન્જિનિયરિંગ થવુ હોય તો અંગ્રેજીમાં ભણવુ પડે અને આના માટે શહેરમાં જવુ પડતુ

-આ કારણે ડોક્ટર બનવાનુ સપનુ ક્યારેય પૂરુ ન થાય

-તમારી વચ્ચે મોટો થયેલો મોદી દિલ્હી ગયો એને સમજાયુ કે અહી રહીને પણ ડોક્ટર કે એન્જિનિયર બની શકાય

-તમે બધાએ મને જે શિક્ષણ આપ્યુ એ સંસ્કાર આજે પણ મને લેખે લાગે છે.

-દિલ્હીમાં ગયો પણ હૈયે તો તમે જ હોવ છો.

- આઝાદીના અનેક વર્ષો પછી પણ વિજળીનું કનેક્શન ન હતુ

-દિલ્હીમાં બેઠેલા દિકરાને આ બાબતે દુખ થાય કે ન થાય?

- જેને ઘરમાં રહેવાનુ છે એ જ નક્કી કરે ઘર કેવુ બનાવુ છે

-અમે તમારા પર ભરોસો કરો અને તમે ભાજપ પર ભરોસો કરો આ જ આપણુ કામ છે.

-આ દેશના ગરીબ માણસે પણ ઇમાનદારીથી કામ કર્યુ

- પીએમ યોજના અંતર્ગત 20 હજાર જેટલા ઘર બન્યા છે.

-મારા માટે ચૂંટણી પ્રચાર નથી,.ચૂંટણી તમે જીતાડવાના જ છો.

-તમારી વચ્ચે મોટો થયો એટલે મને ખબર હોય તકલીફ કોને કહેવાય

-ભાજપની સરકાર આવતા જ ભષ્ટ્રાચાર બંધ થઈ ગયો

-સાચા માણસને ઘર મળવું જોઈ, વચ્ચે કોઈ વચેટીયો નહીં.

-આપણે સીધા તેના ખાતામાં જ રૂપિયા નાખ્યા

- ગરીબના ઘરમાં ચૂલો બળે તેની ચિંતા દિલ્હીમાં બેઠેલા દિકરાએ કરી છે.

-આજે ચોખાનું શુ બનાવવુ એ નક્કી કરવામાં સમય જાય છે.

-અમારા મનમાં એક જ વિચાર કે ગરીબ પરિવારમાં બાળકો ભૂખ્યા ન કરે તેની ચિંતા કરી.

-આપણે વેક્સીનનાં 200 કરોડ કરતા વધારે ડોઝ આપી દીધા છે અને એ પણ મફતમાં

-દુનિયામાં હજુ વલખા મારે છે..

-અહીં બુસ્ટર ડોઝ પણ આપ્યા...તમારુ જ છે..લઇ જાવ..

-મોદીએ નક્કી કર્યુ કે પહેલા ગરીબનું વેક્સીન થાય

-કોંગ્રેસનો સમય હોત તો આદિવાસીઓ સુધી વેક્સિન પહોંચવામાં વર્ષો લાગી જાત

- ત્રણ વર્ષ થયા 80 કરોડ લોકોને મફતમાં અનાજ પહોંચાડ્યું.

- હવે તો 2G, 3G, 4G, નહીં પરંતુ 5G આવી ગયુ છે.

-હવે તો ખાલી 100થી 200 રૂપિયા જ બીલ આવે છે અને તેમાં પણ હવે 5જી આવી ગયુ

- 4જી એટલે સાયકલ અને 5જી એટલે વિમાન આટલો ફરક છે આ બન્નેમાં

- આજે તમારે ગમે તેની સાથે કલાકો સુધી ફોનમાં વાત કરવી હોય તો પણ બીલ સાવ ઓછું આવે છે, બધુ સસ્તું થઈ ગયું છે

-તમે ઘરે બેઠા મોબાઈલથી પણ ડોક્ટર સાથે વાત કરીને સારવાર લઈ શકો

- અહીં માતા-પિતા વિનાના બે બાળકોને મળ્યો તેમણે ઘર બનાવી દીધુ છે.તેની દરેક બાબતની ચિંતા અમે કરી છે.આજે બન્ને દિકરાઓ મળવા આવ્યા હતા.મને આનંદ થયો તેમને મળીને.

- આ બાળકો ભણી ગણીને આગળ જાય તેની પણ ચિંતા હુ કરતો રહીશ.

-નરેન્દ્ર ભૂપેન્દ્રની સરકાર ખડે પગે તમારી સેવામાં છે.

-ભાજપ માટે આટલી મોટી સંખ્યામાં લોકો ઉભો રહે તેનુ કારણ શું છે?

-કોંગ્રેસના નેતા ઠેકેદારી કરતા હતા ભાજપના નેતા સેવા કરે છે તે લોકોએ જોયુ છે

-પહેલી વખત આદિવાસી બહેનને રાષ્ટ્રપતિ બનાવ્યા છે.આ સારુ કામ કર્યુ કે ન કર્યું ?

-કોંગ્રેસ ક્યારેય આદિવાસીઓનું સન્માન કર્યુ નથી.

-આજે હુ તમારી મદદ અને આર્શીવાદ લેવા આવ્યો છુ.

-મારી એક આશા છે પૂરી કરશો ?

-આ ચૂંટણીમાં પહેલા કરતા વધારે મતદાન થવુ જોઇએ

- અને બીજુ કામ વધુમાં વધુ કમળનું બટન દબાવાય તેવુ કરશો ?

- મારુ એક અંગત કામ છે કરશો ?

- હજુ તમારી પાસે બે –ચાર દિવસ છે. મારા વતી બધા વડીલોને કહેજો આપણા નરેન્દ્ર ભાઇ નેત્રંગ આવ્યા હતા.

-આ વડીલોના આર્શીવાદથી મને કામ કરવાની તાકાત મળે છે.

(4:33 pm IST)