-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
અહેમદ પટેલના નિધન સાથે સોનિયા યુગના અંતના સંકેત
દિગ્ગજ નેતાના નિધનથી કોંગ્રેસમાં મુશ્કેલી વધશે : પક્ષની આંતરિક ખટપટ અને રાજ્યો કે દેશની ચૂંટણીઓ સહિતમાં અહેમદ પટેલની ભૂમિકા ખૂબજ મહત્વની હતી

અમદાવાદ, તા. ૨૬ : રાજકારણમાં વ્યક્તિ પોતાનું કદ મોટું કરવાની કોશિશ કરવાની સાથે ખુરશી માટેની લાલશા પણ જાગતી હોય છે. આવામાં કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા અને વર્ષોથી રાજકારણ સાથે કોંગ્રેસ સાથે જોડાયેલા હોવા છતાં પદ માટે ક્યારેય અહેમદ પટેલે લાલશા નહોતી રાખી. આવામાં પાર્ટીમાં મહત્વના મુદ્દા હોય ત્યારે અહેમદ પટેલ તેના સમાધાન માટે સૌથી આગળ અને સક્રીય રહેતા હતા. ઈન્દિરા ગાંધીથી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે રાજકીય સલાહકાર તરીકે જોડાયેલા રહેલા અહેમદ પટેલનું કોંગ્રેસ પાર્ટીમાં ઘણું મહત્વ રહેલું હતું. આવામાં તેમના જવાથી સોનિયા ગાંધીએ જે રીતે કહ્યું કે તેમણે એક પ્રામાણિક સાથી ગુમાવ્યા છે ત્યારે અહેમત પટેલના નિધન સાથે સોનિયા ગાંધીના રાજકીય યુગનો અંત આવશે તેવા અનુમાન લગાવાઈ રહ્યા છે.
કોંગ્રેસની આંતરિક ખટપટ હોય, રાજ્યમાં સરકાર બનાવવાની કે ચલાવવાની હોય ત્યારે અહેમદ પટેલ મહત્વની જવાબદારી નીભાવતા હતા, આવામાં પાછલા કેટલાક વર્ષોથી કોંગ્રેસની જે સ્થિતિ બની છે તેમાંથી બહાર આવવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને અહેમદ પટેલ જેવા નેતાની જરુર છે અને તેમને ગુમાવવાથી કોંગ્રેસ પાર્ટીને એક રાખવી અને મહત્વના નિર્ણય લેવા પડકારજનક બની શકે છે.
રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી બહાર આવી રહી છે આવામાં સોનિયા ગાંધીની નાદુરસ્ત તબિયત છતાં કોંગ્રેસને એક રાખવાની જવાબદારી અહેમદ પટેલ દ્વારા સંભાળવામાં આવી રહી હતી. પરંતુ તેમના જવાથી સોનિયા ગાંધીના યુગનો અંત આવશે તેવી રાજકીય સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. અહેમદ પટેલ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતાઓ વચ્ચે બ્રિજ તરીકે રોલ ભજવતા હતા આવામાં તેમના જવાથી કોંગ્રેસ પાર્ટીને અકબંધ રાખવા માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની જવાબદારી વધી શકે છે.
રાજકારણમાં એવા નેતા બહુ જ ઓછા હોય છે કે જે અમુક વર્ષો નહીં પણ દાયકાઓ સુધી પડદા પાછળ રહીને પોતાની જવાબદારી નિભાવતા રહે. પરંતુ કોંગ્રેસને આવા નેતા મળ્યા અને ૧૯૭૭માં સાંસદ બન્યા પછી તેમણે પાર્ટીમાં મહત્વની ભૂમિકા ભજવી. આ દરમિયાન તેમણે ઘણી વખત પાર્ટીને અને રાજ્યોમાં કોંગ્રેસની સરકારોને તૂટતા બચાવી.
અંતિમ વિધિ માટે ઉપસ્થિત રહેલા મધૂસુદન મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલ સરકાર બનાવવી, સરકાર ચલાવવી, ચૂંટણીની તૈયારી, પાર્ટીમાં અંદર-અંદરના મતભેદ દૂર કરવા, રાજ્યોના પ્રશ્નો, દેશના પ્રશ્નો વગેરે માટે તેમની ખાસ દ્રષ્ટિ હતી, એક એનાલિસિસ હતું જે કોંગ્રેસને ઘણું મદદરુપ થતું હતું. તેમણે આગળ જણાવ્યું હતું કે, અત્યારે તેમનું સ્થાન લઈ શકે તેવા નેતા કોંગ્રેસ પાર્ટીમાં દેખાતા નથી.
-
' કૌન બનેગા કરોડપતિ ' શો વિવાદમાં : 64 લાખ રૂપિયાનો પ્રશ્ન : 1927 ની સાલમાં ડો.ભીમરાવ આંબેડકરના અનુયાયીઓએ કયા હિન્દૂ ધર્મગ્રંથના પાના બાળી નાખ્યા હતા ? : મહાનાયક અમિતાબ બચ્ચને હોટ સીટ ઉપરથી પૂછેલો પ્રશ્ન હિન્દુઓની ધાર્મિક લાગણી ઉશ્કેરનારો : મુઝફ્ફર કોર્ટમાં ફરિયાદ access_time 11:31 am IST
-
તેલંગણામાં યોજાનારી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણીઓ પહેલા અસદુદીન ઓવેસીની વડાપ્રધાન શ્રી મોદીને ચેલેન્જ : જો તમે બીજેપીને જનતાનું સમર્થન છે તેવું માનતા હો તો મારા સંસદીય મત વિસ્તારમાં આવીને તમારી પાર્ટીનો પ્રચાર કરો : હૈદરાબાદમાં પ્રચાર કરવાથી તમારી પાર્ટી કેટલી સીટ જીતે છે અને મારી પાર્ટીને કેટલી સીટ મળે છે તે જોઈ લેજો : બીજેપીના પ્રચારકો જુઠાણું ફેલાવવા સિવાય બીજું કશું જ કરતા નથી : AIMIM પાર્ટી લીડર તથા હૈદરાબાદના સાંસદ અસદુદીનનો હુંકાર access_time 7:52 pm IST
-
પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST
-
ઝારખંડના જેલ મહાનિર્દેશક એ આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના કથીત ઓડિયો ક્લિપ ની તપાસના આદેશ આપ્યા access_time 12:00 am IST
-
મવડી - પાળ - રાવકીને જોડતા બ્રીજનું ખાતમુહુર્ત access_time 11:42 am IST
-
રાજકોટના બદ્રીપાર્ક પાસે ૧૭.પ કી.ગ્રા. ગાંજામાં વચગાળાના જામીન પર મુકત કરતી સેશન્સ કોર્ટ access_time 2:49 pm IST
-
રસુલપરા પાસેથી બે ચોરાઉ બાઇક સાથે સુલ્તાન ચૌહાણ પકડાયો access_time 2:47 pm IST
-
સુરેન્દ્રનગર જિલ્લામાં ૧ જ દિ'માં ૬ મોત કોરોનાના વધુ ૧૭ કેસ access_time 11:49 am IST
-
વિદેશથી સ્થળાંતર કરનારા પક્ષીઓ માટેના સ્વર્ગ ખીજડીયા અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખોલાયું access_time 9:36 am IST
-
મોરબી કલેકટર કચેરીમાં બંધારણ દિવસની ઉજવણી access_time 9:43 am IST
-
વિરમગામ તાલુકાના ગોરૈયા અને મણીપુરમાં કોવિડ-19 સંક્રમણ ફેલાતુ અટકાવવા માસ ડ્રાઇવ કરાઇ access_time 8:17 pm IST
-
બ્રિટિશ સરકારની અનોખી જાહેરાત:લોકડાઉન પૂર્ણ થયા બાદ મુખ્ય શહેરોમાં ટીયર 3 સિસ્ટમ લાગુ રહેશે access_time 6:26 pm IST
-
ઇંડા કરતાં મોટી દ્રાક્ષની વરાઇટી કોણે અને કયાં ડેવલપ કરી છે એ કોયડો છે access_time 10:33 am IST
-
રશિયામાં ઘૂસણખોરી કરવા બદલ અમેરિકાની નૌસેનાને મળી ધમકી access_time 6:24 pm IST
-
કાંગારૂઓએ જંગી જુમલો ખડકયો : ટીમ ઈન્ડિયા ૮૫/૩ access_time 3:31 pm IST
-
કોવિડ -19: પાકિસ્તાનની ટીમને ન્યૂઝીલેન્ડ સરકારે આપી છેલ્લી ચેતવણી access_time 4:43 pm IST
-
વન ડેમાં સૌથી ખર્ચાળ ભારતીય સ્પિનર બન્યો યુઝવેન્દ્ર ચહલ access_time 4:42 pm IST
-
રોમેન્ટિક સ્ટાઇલમાં પ્રીતિ ઝિન્ટાએ પતિ સાથે આપ્યો પોઝ : કરી રહી છે વેકેશન ઇન્જોય access_time 4:37 pm IST
-
રકુલપ્રિત સિંહનું અજય સાથે વન્સમોરઃ આવતા મહિને શુટીંગ access_time 9:46 am IST
-
બોલિવૂડમાં અભિનેતા સલમાન ખાને રાધેને ઓટીટી પર રજૂ કરવાની ઓફર ઠુકરાવી access_time 9:06 pm IST