Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

કર્ણાટક ભાજપના યુવા મંત્રીની હત્‍યા : પૂર્વયોજિત કાવત્રું ? સીએમ બોમ્‍માઇનો વિસ્‍ફોટક ઘટસ્‍ફોટ

કર્ણાટકના મુખ્‍યમંત્રી બાસવરાજ બોમ્‍માઇએ જબરો વિસ્‍ફોટ કરતા પત્રકારોને કહ્યું છે કે, કર્ણાટક ભાજપના યુવા મંત્રી પ્રવિણ નેતારૂની બેલારી ખાતે થયેલ હત્‍યાની તલસ્‍પર્શી તપાસના હુકમો અપાયા છે, આ હત્‍યા પૂર્વયોજિત કાવતરું હોવાનું જણાય છે અને ટૂંક સમયમાં ધરપકડો થશે.

રિપબ્‍લિક વર્લ્‍ડ ચેનલમાં પ્રસારિત હેવાલ મુજબ આ હત્‍યા કેસની તપાસ માટે ૬ ટીમો દોડી રહી છે અને પંદરેક લોકોને ઉપાડી લેવામાં આવ્‍યા છે. લોકોનો પ્રચંડ ગુસ્‍સો સ્‍વાભાવિક છે, પરંતુ તે સરકાર સામે નથી. જે કોઇ આની પાછળ હશે તેને પકડી લેવામાં આવશે. જે વિસ્‍તારમાં હત્‍યા થઇ તે કેરળની સરહદની બાજુમાં જ છે અને તેથી કેરળમાં પણ તપાસ ચાલુ છે. આ હત્‍યા સમયે પ્રવિણ એકલો હતો અને હત્‍યારાઓ પાછળથી આવેલ તેમ પણ મુખ્‍યમંત્રીએ કહેલ.

પ્રવિણ મરઘા ઉછેર કેન્‍દ્ર ચલાવે છે અને ઘેર પાછો ફરી રહેલ ત્‍યારે બાઇક ઉપર આવેલ હુમલાખોરે ધારદાર છરા વડે હુમલો કરેલ.

(4:24 pm IST)